
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના વર્ષ 2007માં ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા હતા. પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું કે મીડિયાએ બચ્ચન પરિવારને કેપ્ચર કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન બોલીવુડના સૌથી ભવ્ય લગ્નોમાંના એક હતા. આ એક ખાનગી પ્રસંગ હતો, પરંતુ જ્યારે મીડિયાએ તેને કવર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.

2007માં થયેલા ઐશ્વર્યા રાય અને જુનિયર બચ્ચન એટલે કે અભિષેકના લગ્ન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત લગ્નો હતા. દરેક ન્યૂઝ પેપર અને મીડિયા પોર્ટલમાં આ લગ્નના સમાચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પરંતુ નવાઈની વાત એ હતી કે દરેક ન્યૂઝ ચેનલ અને પેપરમાં આ કપલનો એક જ ફોટો છપાયો હતો

કારણ કે તે સમયે તેમની એક જ તસવીર વાયરલ થઈ શકી હતી. માનવામાં આવે છે કે તે સમયથી જ 'પાપારાઝી' (Paparazzi) નો ટ્રેન્ડ શરૂ થયો હતો. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ લગ્નની તસવીરો મેળવવા માટે પાપારાઝીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક ઇન્ટરવ્યુ દરમિયાન વરિષ્ઠ પત્રકાર હીના કુમાવતીએ આ ભવ્ય લગ્ન પાછળના ભયાનક દ્રશ્યોનો ખુલાસો કર્યો હતો.

પત્રકારે જણાવ્યું કે લગ્ન દરમિયાન તેઓ ત્રણ દિવસ સુધી બચ્ચન પરિવારના બંગલા 'જલસા' બહાર બેસી રહ્યા હતા જેથી નવપરિણીત જોડીની એક ઝલક મળી શકે, પરંતુ તેમને એક પણ વિઝ્યુઅલ મળ્યું નહીં. જોકે, વરિંદર ચાવલાએ આ જોડીની તસવીરો ફોનથી ક્લિક કરી હતી જે વાયરલ થઈ ગઈ.

હીના કુમાવતીએ જણાવ્યું કે અહીંથી જ પાપારાઝી કલ્ચરની શરૂઆત થઈ. વરિંદર ચાવલાએ વિગત આપતા કહ્યું કે, સિક્યોરિટીએ મીડિયાકર્મીઓને માર માર્યો હતો અને તે અમર સિંહની સિક્યોરિટી હતી. તેમણે બંદૂક અને લાતોથી માર માર્યો હતો. ત્યારે બધા મીડિયાકર્મીઓએ નક્કી કર્યું હતું કે હવે આ પરિવારનો ફોટો ક્યારેય ક્લિક કરવો નહીં.

આ ઘટના પછી દરેક ઇવેન્ટમાં પાપારાઝીઓએ બચ્ચન ફેમિલીને કેપ્ચર કરવાનું બંધ કરી દીધું હતું. જ્યારે પણ અમિતાભ બચ્ચન સામે આવે ત્યારે બધા ફોટોગ્રાફર્સ પોતાના કેમેરા ઉપર (આકાશ તરફ) કરી દેતા હતા. ધીરે ધીરે બચ્ચન પરિવારને અહેસાસ થયો કે કંઈક ગરબડ છે. બચ્ચન પરિવારે પેપ્સ સાથે વાત કરવાનો નિર્ણય લીધો. પરિવારે તમામ પાપારાઝીઓને મેરિયટ હોટલમાં આમંત્રણ આપ્યું અને આખા મામલે ચર્ચા કરી. આખા પરિવારે વ્યક્તિગત રીતે પાપારાઝીઓ સાથે વાત કરી અને તેમની માફી માગી. આ પછી મીડિયાએ પણ તેમના પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો.