અમેરિકા,કેનેડા અને મેક્સિકોમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડકપ 2026ની શરુઆત થઈ ચૂકી છે. આ વર્લ્ડકપ ખુબ વિવાદાસ્પદ રહ્યો છે. જેમાં એક મોટો વિવાદ સોમાલિયાઈ રેફરી ઓમાર આર્ટાનને અમેરિકાના વીઝા ન મળવાનો પણ હતો. જેને લઈ અમેરિકા અને ફીફાની ખુબ અલોચના થઈ રહી છે.

સોમાલિયાના રેફરી અર્ટાનને ફીફાએ વર્લ્ડકપ માટે નિયુક્ત કર્યો હતો પરંતુ અમેરિકા પહોંચવા પર તપાસ એજન્સીઓએ એરપોર્ટ પર જ 11 કલાક તેની પુછપરછ કરી હતી. ત્યારબાદ વિઝા રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અર્ટાન પોતાના દેશ સોમાલિયા પરત ફર્યો હતો.

પરંતુ અર્ટાન મામલે હવે ફીફા વર્લ્ડકપે એક મોટો નિર્ણય લીધો છે.મીડિયા રિપોર્ટ મુજબ ફીફાએ નક્કી કર્યું કે, વર્લ્ડકપમાં ભાગ ન લઈ શકેલા ઓમાર અર્ટાનને ટૂર્નામેન્ટની સંપૂર્ણ સેલેરી આપવામાં આવશે.

હવે સવાલ એ છે કે, અર્ટાનને વર્લ્ડકપની સેલેરીના રુપે કેટલા પૈસા મળશે. તો રિપોર્ટ મુજબ હાલમાં સ્પષ્ટ નથી કારણ કે, આ વર્લ્ડકપનો ભાગ લઈ રહેલા રેફરીઓને કેટલો પગાર મળશે. જેનો ખુલાસો હજુ થયો નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ રેફરીઓને ટૂર્નામેન્ટની ફી મળશે. તમને જણાવી દઈએ કે, આ વખતે FIFA World Cup 2026માં કુલ 104 મેચ રમાવાની છે.જેના માટે 51 રેફરી,88 આસિસ્ટન્ટ રેફરી અને 30 વીડિયો આસિસ્ટન્ટ રેફરી ભાગ લઈ રહ્યા છે.