
.ભારતીય ક્રિકેટના ચાર ફેમસ ખેલાડીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે રાજ્ય પોલીસમાં DSPના પદથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં બે મહિલા એન બે પુરુષ ખેલાડીઓનો સમાવેશ થાય છે. હાલમાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ધમાલ મચાવનાર બે સ્ટાર ખેલાડીઓ પણ DSP છે. જેમાં બે મહિલા એન બે પુરુષ ખેલાડીઓનો સમાવેશ થાય છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા DSPના પદ પર નિયુક્ત કરવામાં આવી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આક્રમક વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્ય પોલીસમાં DSP તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ટીમની સ્ટાર ખેલાડીઓ દીપ્તિ શર્મા અને રિચા ઘોષ પોતાના પ્રદર્શનથી ચર્ચામાં છે.

ભારતીય પુરૂષ ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજને તેલંગાણા સરકારે DSPના પદથી સન્માનિત કર્યો છે.

જોગીન્દર શર્માઃ 2007ના T-20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવનાર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જોગીન્દર શર્મા હરિયાણા પોલીસમાં DSP તરીકે કાર્યરત છે.