ગાંધીનગરના રાંદેસણ પાસે એક કારે 5થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનમાં 3થી 4 લોકોનાં મોત થયા છે. સિટી પલ્સ સિનેમા પાસે બેફામ કારચાલકે સર્જ્યો હતો આ ગમખ્વાર અકસ્માત. આરોપીને લઈ જતી ગાડીને લોકોએ રોકી લીધી હતી. ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને ઘટના સ્થળે પકડીને માર માર્યો હતો. કારચાલક નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. 3 થી 4 લોકોનાં મોત થયા હોવાનો મેયરે દાવો કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત સર્જનારની અટકાયત કરી હતી.






