ગણેશ ચતુર્થી તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે. આ વર્ષે ગણેશ ઉત્સવ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે અને 6 સપ્ટેમ્બરના રોજ સમાપન થશે. 10 દિવસ ચાલતા આ ઉત્સવમાં લોકો ઘરમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરશે. જ્યારે સામૂહિક રીતે ગણેશ ઉત્સવની ઉજવણી માટે પંડાલ બનાવવામાં આવે છે. દેશભરમાં વિવિધ સ્થળોએ ગણપતિ પંડાલો બનાવવામાં આવ્યા છે. આ લોકપ્રિય પંડાલની મુલાકાત લેવા દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ ભગવાન ગણેશજીના દર્શન કરવા જાય છે. આ પંડાલને સુંદર રીતે સુશોભિત કરાય છે. તેના આર્કષક દેખાવ અને ગણપતિની સુંદર મૂર્તિ માટે દેશભરમાં પ્રખ્યાત થયા છે. ફક્ત લાલ બાગ કા રાજા જ નહીં આ પંડાલો પણ લોકપ્રિય છે.





