ભારતના આ છે પ્રસિદ્ધ ગણેશ મંદિર, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના પ્રતિક

હિંદુ ધર્મના લોકપ્રિય અને મહત્ત્વપૂર્ણ તહેવારોમાં એક છે ગણેશ ચતુર્થી તહેવાર. ગણેશ ચતુર્થી તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. દેશભરમાં આ તહેવાર ખૂજ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી એટલે કે 10 દિવસ સુધી આ તહેવાર ચાલે છે. આ દિવસોમાં જીવનના કષ્ટ દૂર કરવા ભગવાન ગણેશનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ચાલો જાણીએ ભારતના એ પ્રસિદ્ધ ગણેશ મંદિર. જેનું ફક્ત ધાર્મિક મહત્વ નથી પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના શ્રેષ્ઠ પ્રતિક પણ છે. ભારતના દરેક ખૂણેથી લાખો લોકોની સંખ્યા માં ભક્તો આ ગણેશ મંદિરમાં દર્શન કરવા જાય છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ગણેશ મંદિરમાં ગણેશોઉત્સવની ધૂમ

1/9

હિંદુ ધર્મના લોકપ્રિય અને મહત્ત્વપૂર્ણ તહેવારોમાં એક છે ગણેશ ચતુર્થી તહેવાર. ગણેશ ચતુર્થી તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. દેશભરમાં આ તહેવાર ખૂજ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી એટલે કે 10 દિવસ સુધી આ તહેવાર ચાલે છે. આ દિવસોમાં જીવનના કષ્ટ દૂર કરવા ભગવાન ગણેશનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ચાલો જાણીએ ભારતના એ પ્રસિદ્ધ ગણેશ મંદિર. જેનું ફક્ત ધાર્મિક મહત્વ નથી પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના શ્રેષ્ઠ પ્રતિક પણ છે. ભારતના દરેક ખૂણેથી લાખો લોકોની સંખ્યા માં ભક્તો આ ગણેશ મંદિરમાં દર્શન કરવા જાય છે.

2/9ભારતના ગણેશ મંદિર

પ્રભાદેવી વિસ્તારમાં સિદ્ધિ વિનાયક મંદિરની સ્થાપના લક્ષ્મણ અને વિઠુ અને દેહુબાઈ પાટિલે 1801માં 19 નવેમ્બરના રોજ કરી હતી. આ ફક્ત મુંબઈ જ નહી ભારતનું સૌથી સમૃદ્ધિ મંદિર ગણાય છે. બોલીવુડ કલાકાર અને ધનાઢય અગ્રણીઓ આ મંદિરની ખાસ મુલાકાત લે છે. શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના બોર્ડ સભ્યો દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે છે.

3/9ભારતના ગણેશ મંદિર

રણથંભૌર ગણેશ મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુરથી 10 કિમી દૂર રણથંભોરના કિલ્લામાં આવ્યું છે. સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશ તેના આખા કુટુંબ સાથે બે પત્નીઓ છે, રિદ્ધિ અને સિધ્ધિ અને બે પુત્રો શુભ અને લાભ સાથે બિરાજમાન છે.

4/9ભારતના ગણેશ મંદિર

ઉજ્જૈનમાં આવેલ બડા ગણેશ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. લગભગ 115 વર્ષ પહેલાં મંદિરમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ વિશ્વની સૌથી ઊંચી ગણેશ મૂર્તિઓમાંની એક છે. આ મંદિરમાં 11 જ્યોતિર્લિંગની વચ્ચે બાબા મહાકાલનું અનોખું શિવલિંગ છે. આ મૂર્તિ આરસપહાણના પથ્થરોમાંથી નહીં પરંતુ ખાસ મસાલાથી બનાવવામાં આવી છે.

5/9ભારતના ગણેશ મંદિર

ઐશ્વર્ય ગણપતિની મૂર્તિ ભારતના તેલંગાણા રાજ્યના નાગરકુર્નૂલના થિમ્માજીપેટાના અવંચા ખાતે સ્થિત છે. અવંચામાં ભારતની સૌથી ઊંચી ગણેશ મૂર્તિ, જે ગ્રેનાઈટના મોટા પથ્થર પર કોતરવામાં આવી છે. આ મૂર્તિમાં શિલાલેખનો સમાવેશ થાય છે.

6/9ભારતના ગણેશ મંદિર

કર્પાક વિનાયક મંદિર તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપ્પથુરમાં પિલ્લ્યારપટ્ટી ગામમાં આવેલું છે. આ મંદિરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધીની શાનદાર રીતે ઉજવવામાં આવે છે. ઘણા ભક્તો પ્રખ્યાત કાર ઉત્સવમાં પણ ભાગ લે છે. આ મંદિરનું સંચાલન અને જાળવણી નટ્ટુકોટ્ટઈ નાગરથરો દ્વારા કરવામાં આવે છે.

7/9ભારતના ગણેશ મંદિર

ચિત્તૂરના કણકપાકમ વિનાયક મંદિર એક ચમત્કારિક મંદિર કહેવાય છે. આ ગણેશ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ પ્રતિદિન વધતી જાય છે. એવી માન્યતા છે કે જે ભક્ત ખોટું બોલે છે તેને ભગવાન ગણેશજી તરત જ દંડ આપે છે. ચિત્તૂરથી 11 કિમી અને તિરુપતિથી 68 કિમી દૂર આવેલ આ મંદિરમાં ગણેશોત્સવના પાવન પર્વની ધૂમધામથી ઉજવણી થાય છે.

8/9ભારતના ગણેશ મંદિર

ચિંતામન ગણેશ મંદિર એ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન ગણેશનું આ બીજું સૌથી પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશતા જ ગણેશજીની ત્રણ મૂર્તિઓ દેખાય છે. પ્રથમ ચિંતામન, બીજી ઈચ્છામાન અને ત્રીજી સિદ્ધિવિનાયક ગણેશ છે. પ્રાચીન માન્યતાઓ મુજબ આ મંદિરનો ઇતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે ભગવાન રામે વનવાસ દરમિયાન ઉજ્જૈનના આ સ્થાન પર ભગવાન ગણેશજીનું સ્થાપન કર્યું હતું.

9/9ભારતના ગણેશ મંદિર

અમદાવાદમાં ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર ગણપતપુરા કે જે ગણેશપુરા મંદિર તરીકે સુપ્રસિદ્ધ છે. ધોળકામાં કોઠ ગામમાં આવેલ આ મંદિરને કોઠ ગણપતિ મંદિર પણ કહેવાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિ હોવાનું કહેવાય છે. આ મંદિરમાં મનોકામના પૂર્ણ કરવા ભક્તો ઊંધા સાથિયા કરે છે અને ઇચ્છા પૂર્ણ થતા ફરી સીધા સાથિયા કરે તેવી માન્યતા છે.

Gallery Ads