અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સાસણમાં, જિપ્સીમાં જંગલ સફારીનો માણ્યો આનંદ, જુઓ ફોટોસ

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત આજે જૂનાગઢના મહેમાન બન્યા. સાંસદ કંગના રનૌતે સાસણમાં ગીર અભ્યારણ્યની મુલાકાત લીધી.

ગુજરાતનું ઘરેણું સિંહ જોઈ અભિભૂત

1/6સાંસદ કંગના રનૌત સાસણની મુલાકાતે

ગુજરાતમાં આવેલ જૂનાગઢ ફકત કેરીઓ નહીં સિંહ માટે પણ પ્રસિદ્ધ છે. જૂનાગઢમાં આજે અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત મહેમાન બન્યા. સાંસદ કંગના રનૌતે સાસણમાં ગીર અભ્યારણ્યની મુલાકાત લીધી. ગીરમાં વસતા સિંહ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ગુજરાતનું ઘરેણું સિંહ જોઈ કંગના રનૌત અભિભૂત થયા. ગીર જંગલના સૌંદર્યનો અભિનેત્રીએ આનંદ માણ્યો. અભિનેત્રી સાસણ ગીરની મુલાકાતની તસવીરો સામે આવી છે.

2/6સાંસદ કંગના રનૌત સાસણની મુલાકાતે

અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌત હાલમાં ગુજરાત રાજ્યની મુલાકાતે છે. જૂનાગઢમાં પ્રખ્યાત ગીર અભ્યારણ્યનું કુદરતી સૌંદર્ય નિહાળ્યું. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે.

3/6સાંસદ કંગના રનૌત સાસણની મુલાકાતે

'ક્વીન' અભિનેત્રી ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉત્કૃષ્ટ વન્યજીવન જોઈ વધુ ખુશ થઈ. સાંસદ કંગના રનૌત ગીરમાં જીપ્સીમાં સવાર થઈ સફારીમાં સવારી કરવાનો આનંદ માણ્યો.

4/6સાંસદ કંગના રનૌત સાસણની મુલાકાતે

ગીરમાં રસ્તા પર ખુલ્લેઆમ સિંહોના આંટાફેરા જોયા. ગુજરાતનું ઘરેણું સિંહ જોઈ કંગના અભિભૂત થઈ ગઈ. સિંહને રૂબરુ જોવા એક અદ્ભૂત લહાવો હોવાનું કંગનાએ જણાવ્યું. સિંહ ઉપરાંત વિવિધ વિદેશી પ્રજાતિઓ જોઈ હોવાનું જણાવ્યું.

5/6સાંસદ કંગના રનૌત સાસણની મુલાકાતે

સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરોમાં કંગના સફારી જેકેટ અને ટોપીમાં જંગલ માટે તૈયાર દેખાતી હતી. જીપ પર સવાર થઈને નેશનલ પાર્કની શોધખોળ કરતી વખતે તે દૂરબીન પકડીને પણ જોવા મળી હતી.

6/6સાંસદ કંગના રનૌત સાસણની મુલાકાતે

અભિનેત્રીની મુસાફરી દરમિયાન એક બાળ મિત્ર પણ તેની સાથે હતો. કંગનાએ સાસણ મુલાકાતના ફોટો શેર કરતા લખ્યું કે ગુજરાત સિંહ તો વિશ્વ વિખ્યાત હૈ...આમ કહી ખાસ ઇમોજી મૂક્યો. પછી લખ્યું સિંહ દર્શન કરવાનું ખૂબ આનંદ આવ્યો.

Gallery Ads