અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ સપ્તાહ- 2025 અંતર્ગત એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર પ્રતિભાબેન જૈન, સંસદસભ્યો, ધારાસભ્યો, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેરના 27 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 7 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ અને વંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ 12 સ્વરોજગારીઓને લોન મંજૂરી પત્રો પણ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત શહેરની સફાઈમાં સખત મહેનત કરનાર 4 શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. આ સાથો સાથ 3 ક્ષય (TB) દર્દીઓને પોષણ કિટ્સ આપવામાં આવી, સફાઈ સુરક્ષા મિત્ર કિટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ અને ઈકો-ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવના ઝોન મુજબના પ્રથમ ક્રમના વિજેતાઓને સન્માનિત કરાયા તેમજ નાગરિકોમાં સ્પર્ધાત્મક સ્વચ્છતા ભાવના ઉન્નત કરવા લોકમાન્ય તિલક ટ્રોફી વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વોલ પેઇન્ટિંગ ડ્રાઇવ યોજાઈ હતી. આ ઉપરાંત કરમસદ આણંદ અને વિદ્યાનગર ખાતે સ્વચ્છતા સંબંધી નાટક યોજવામાં આવ્યા હતા. જેના માધ્યમથી લોકોને સ્વચ્છતા નો સંદેશો આપવામાં આવ્યો હતો. રસ્તો કચરા ઉપર ન નાખતા ડસ્ટબીનમાં જ નાખવા અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે તેમાં જ આપવા જાણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. સફાઈ કામદારો માટે સુરક્ષા કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ હાઇસ્કુલો ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. ગોયા તળાવ ખાતે વોલ પેઇન્ટિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જ્યારે વેસ્ટ ઝોનમાં સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ એ ભાગ લીધો હતો.

બીજી તરફ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વદેશી મેળો દરેક સ્થાનિક કારીગરોને ઉત્તમ તક પૂરી પાડશે. આ મેળો 18 ઓક્ટોબર સુધી સવારે 11 થી રાત્રે 11 વાગ્યા સુધી મુલાકાત માટે ખુલ્લો રહેશે. ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક કલાકારોના ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા અને રાસનું અદભૂત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રીએ વિવિધ સ્વદેશી બનાવટના સ્ટોલની મુલાકાત લઈ તમામ કારીગરોને પ્રોત્સાહન આપ્યું હતું.