અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ, ૨૬૦ લોકોના મોત, જાણો એ કાળઝાળ દિવસની હૃદયદ્રાવક કહાની

12 જૂન 2025ના એ કાળઝાળ દિવસને આજે ૧ વર્ષ પૂર્ણ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વરસી: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ૨૬૦ ભોગ બનનારાઓને શ્રદ્ધાંજલિ. જુઓ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની એ હૃદયદ્રાવક પળો.

૧૨ જૂન ૨૦૨૫, ગોઝારો દિવસ

1/10અમદાવાદ પ્લેન ક્રેશ ભયાનક દુર્ઘટના 1 વર્ષ

૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદ માટે ગોઝારો દિવસ સાબિત થયો. ગત વર્ષે 12 જૂનના દિવસે અમદાવાદમાં ભયાનક દુર્ઘટના બનવા પામી જેણે દેશને હચમચાવી દીધો. આ દિવસે અમદાવાદથી ઉડાન ભરતી એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ફલાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ પ્લેન ક્રેશ દુર્ઘટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિત 260 લોકોનો મોત થયા હતા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની આજે 1 વર્ષ પૂણ થર્યું છે. આ ઘટના યાદ આવતા આજે પણ લોકોના હૃદયને હચમચાવે છે. ભારતની નાગરિક ઉડ્ડયન પ્રણાલીના ઇતિહાસમાં સૌથી ભયાનક અને હૃદયદ્રાવક ઘટનાઓમાંથી એક છે. આ સમગ્ર ઘટનાનો જાણો સંક્ષિપ્ત અહેવાલ.

2/10એર ઇન્ડિયા વિમાન ક્રેશ

૧૨ જૂન ૨૦૨૫ના રોજ બપોરે, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (Boeing 787-8 Dreamliner) વિમાન દ્વારા ઓપરેટ થઈ રહી હતી. બપોરે બરાબર ૧૩:૩૮ વાગ્યે વિમાને રનવે પરથી ટેક-ઓફ કર્યું, પરંતુ ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં જ પ્લેન મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું

3/10મૃતકોને શ્રદ્ધાંજલિ

વિમાને જેવું ટેક-ઓફ કર્યું કે તરત જ તેના બંને એન્જિનોએ કામ કરવાનું બંધ કરી દીધું અને પ્લેનનો પાવર ગુમ થઈ ગયો. હવામાં માત્ર ૩૨ સેકન્ડ રહ્યા બાદ, વિમાન એરપોર્ટથી આશરે ૧.૭ કિલોમીટર દૂર આવેલા અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્થિત બી. જે. મેડિકલ કોલેજ (B. J. Medical College) ના સ્ટુડન્ટ્સ હોસ્ટેલ બ્લોક પર તૂટી પડ્યું હતું. પ્લેનનો પાછળનો ભાગ હોસ્ટેલની ઇમારતમાં ઘૂસી ગયો અને જોતજોતામાં આખું કેમ્પસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું.

4/10અમદાવાદ ભયાક દુર્ઘટના

આ ભયાનક દુર્ઘટનામાં કુલ ૨૬૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૧૨ ક્રૂ મેમ્બર્સ અને ૨૨૯ મુસાફરોના મોત થયા હતા. વિમાન જ્યારે હોસ્ટેલ અને કેન્ટીન બિલ્ડિંગ પર ખાબક્યું ત્યારે લંચનો સમય હોવાથી ગ્રાઉન્ડ પર હાજર ૧૯ લોકો (જેમાં મોટાભાગના મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો હતા) પણ કાળનો કોળિયો બની ગયા હતા. આ સિવાય જમીન પર હાજર અન્ય ૬૦ થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

5/10અમદાવાદ વિમાન અકસ્માત

આટલી મોટી અને વિનાશક વિમાન દુર્ઘટનામાં ચમત્કારિક રીતે માત્ર એક જ વ્યક્તિનો જીવ બચી શક્યો હતો. પ્લેનની ઇમરજન્સી એક્ઝિટ નજીક સીટ નંબર 11A પર બેઠેલા ૪૦ વર્ષીય બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ આ ક્રેશમાં જીવતા બચી ગયેલા એકમાત્ર મુસાફર હતા. જ્યારે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ કમનસીબ ફ્લાઇટમાં સવાર હતા અને તેમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું હતું, જેમની ઓળખ બાદમાં ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ હતી

6/10વિજય રૂપાણી અને 260 મુસાફરો

૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં સર્જાયેલી આ ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના રાજકારણના એક ખૂબ જ દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કમનસીબ અવસાન થયું હતું. તેઓ આ કમનસીબ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફર તરીકે સવાર હતા અને વિમાન અકસ્માતનો ભોગ બન્યા હતા.

7/10ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન

અકસ્માત બાદ લાગેલી ભયાનક આગને કારણે મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી અશક્ય બની ગઈ હતી, જેના લીધે અંતે સઘન ડીએનએ (DNA) ટેસ્ટિંગ અને પ્રોફાઇલિંગ પદ્ધતિનો સહારો લેવો પડ્યો હતો અને ત્યારબાદ જ તેમના પાર્થિવ દેહની સત્તાવાર ઓળખ થઈ શકી હતી. તેમના આ અચાનક અને આઘાતજનક અવસાનથી સમગ્ર ગુજરાત સહિત દેશના રાજકીય આલમમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

8/10પ્લેન ક્રેશ જગ્યા પર પોલીસ

ક્રેશ બાદ પ્લેનનું કરોડો લીટર બળતણ ફાટી નીકળતા આગ એટલી ભયાનક હતી કે તાપમાન ૧૫૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને આગ ઓલવવામાં છ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ કારણે મૃતદેહોની ઓળખ કરવી અત્યંત જટિલ બની ગઈ હતી. જોકે, અમદાવાદની ફાયર બ્રિગેડ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોએ ઉત્કૃષ્ટ તબીબી સંકલન બતાવીને બચાવ કાર્ય સંભાળ્યું હતું. ત્યારબાદ સઘન ડીએનએ (DNA) પ્રોફાઇલિંગની મદદથી ૨૮ જૂન ૨૦૨૫ સુધીમાં તમામ ૨૬૦ પીડિતોના અવશેષો ઓળખી તેમના પરિવારોને સોંપાયા હતા

9/10એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અમદાવાદ

ઇન્ડિયાની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જુલાઈ ૨૦૨૫માં જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. બ્લેક બોક્સના ડેટા પરથી જાણવા મળ્યું કે પ્લેને હવામાં ગયા બાદ તરત જ તેના ફ્યુઅલ સ્વિચ (ઇંધણ સપ્લાય) 'કટ-ઓફ' (બંધ) મોડ પર આવી ગયા હતા, જેના કારણે બંને એન્જિન હવામાં જ ઠપ્પ થઈ ગયા હતા. જોકે, આ સ્વિચ પાયલોટની ભૂલથી બંધ થયા હતા, કોઈ મિકેનિકલ ખામી હતી કે પછી બોઇંગ પ્લેનની સિસ્ટમની કોઈ ગરબડ હતી, તે અંગે હજુ પણ ઊંડી તપાસ ચાલી રહી છે.

10/10અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

આ મોટી હોનારત બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઇન્ડિયાના તમામ ૩૩ બોઇંગ 787 વિમાનોની કડક સુરક્ષા તપાસના આદેશ આપ્યા હતા. ટાટા ગ્રુપે દરેક મૃતકના પરિવારને ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી અને 'AI 171' ફ્લાઇટ નંબરને કાયમ માટે નિવૃત્ત (રદ) કરી દીધો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ દુઘર્ટનાગ્રસ્ત થયેલ બી. જે. મેડિકલ કોલેજના એ હોસ્ટેલ બિલ્ડિંગો આજે પણ ખાલી છે, અમદાવાદના ઇતિહાસની આ સૌથી મોટી વિમાન હોનારતની આજે (12 જૂન) વરસી છે. આ ઘટનાની દુઃખદ યાદો સમગ્ર ગુજરાતવાસીઓને હચમચાવે છે.

Gallery Ads