અમદાવાદમાં મોટી દૂર્ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં મોટી દૂર્ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના મેઘાણીનગરમાં ગુજસેલ એરપોર્ટ પર IGP કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતાં જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ રવાના થઈ ગઈ છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં છે. મેઘાણીનગરમાં ઘોડા કેમ્પ પાસે વિમાન ક્રેશ થયું હતું.

આગ લાગતાં જ નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં મુસાફરો ઈજાગ્રસ્ત હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. હાલ સુધી જાન હાનીના કોઈ અહેવાલ મળ્યા નથી.

એર ઈન્ડિયાની AI 171 ફ્લાઈટ અમદાવાદમાં ક્રેશ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. ત્યાર બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ ગયાં છે.

અદાણી એરપોર્ટ ખાતે Air Indiaનું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયર ટીમ ઘટના સ્થળ પર પાંચથી વધારે વાહનો પહોંચ્યા છે. આ તરફ હાલ બચાવ કામગીરી ચાલુ છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું સામે આવ્યું છે.

મેઘાણીનગરમાં IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા અને અચાનક જ આ દુર્ઘટના બની હતી.

મેઘાણીનગર એરપોર્ટ જતો રસ્તો બંધ કરાયો છે તો 2 કિ.મી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. આ અકસ્માતના પગલે આસપાસ રહેલી તમામ કાર સળગી હતી.

લંડન જતી ફ્લાઈટ અમદાવાદમાં ક્રેશ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ પ્લેન ક્રેશમાં અનેક લોકોના મોતની આશંકા છે તો બીજી તરફ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે.

હાલ ઘટનાને પગલે એનડીઆરએફની 2 ટીમ સ્થળ પર પહોંચી છે. અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયુ છે.

અમદાવાદથી ફ્લાઇટ લંડન જઇ રહી હતી. એર ઇન્ડિયાના પ્લેનમાં થયેલી આ ઘટનાને પગલે હાલમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવાિ છે. અમિત શાહે દરેક સંભવ મદદ કરવાનુ આશ્વાસન આપ્યું છે.