
રેલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે 3 નવેમ્બરના રોજ અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલ પુનર્વિકાસ કામો તથા હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી.

રેલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે 3 નવેમ્બરના રોજ અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલ પુનર્વિકાસ કામો તથા હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી.

મીડિયા સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે ભારતમાં યાત્રીઓની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોના વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યા છે. હાલ 1300થી વધુ સ્ટેશનો પર પુનર્વિકાસની કામગીરી ચાલી રહી છે, જેમાં અમદાવાદ સ્ટેશન એક મુખ્ય કેન્દ્ર છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન ખાતે 16 માળની આધુનિક બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સરસપુર તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને અમદાવાદ હાઈ-સ્પીડ રેલ સ્ટેશન લગભગ પૂર્ણ થવા આવ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશન અને અમદાવાદ રેલ્વે સ્ટેશનને એકીકૃત સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરોને સરળ સ્થાનાંતરણની સુવિધા મળી રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદ સ્ટેશનને ત્રણ વધારાના પ્લેટફોર્મ્સ મળશે, જેથી ટ્રેનોની સંચાલન ક્ષમતા વધશે. સ્ટેશનને શહેરના બંને તરફ, કાલુપુર અને સરસપુર બાજુ આધુનિક સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યું છે. બધા પ્લેટફોર્મ્સ કોન્કોર્સ રૂફ પ્લાઝાથી આવરી લેવાશે અને સ્ટેશન પર એલિવેટેડ રોડનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ રીતે કાલુપુર અને સરસપુર બન્ને તરફના ભાગોને કોન્કોર્સ, એલિવેટેડ રોડ અને ફૂટઓવર બ્રિજથી જોડવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે અગાઉ જ્યારે તેમણે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારે બેઝમેન્ટનું કામ પ્રગતિ પર હતું, જ્યારે હવે ચોથી માળ સુધીનો સ્ટ્રક્ચર ફ્રેમ તૈયાર થઈ ગયો છે. દેશના મુખ્ય 20 સ્ટેશનો જેમ કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને અમદાવાદમાંથી નવી ટ્રેનોની માગ વધુ આવે છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતથી પણ વધુ માગ રહે છે. આ વધતી માગને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંચાલન ક્ષમતાને વધારવા માટે અમદાવાદના વટવામાં એક મેગા ટર્મિનલ વિકસાવવામાં આવશે.