
ગુજરાત ATSએ પકડેલા 3 આતંકવાદીઓને લઇ ખુલાસો થયો છે કે આતંકી સૈયદ હૈદરાબાદથી સીધો અમદાવાદ પહોંચ્યો હતો અને તે લાલ દરવાજા પાસેની હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સના 301 નંબરના રૂમમાં રોકાયો હતો. હોટલમાં રોકાવા માટે તેણે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે હુમલાનું કાવતરુ રચે તે પહેલા જ ATSએ ઝડપી પાડ્યા હતા

7 નવેમ્બરે રાતે 12.45 વાગ્યે આતંકીએ હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ હોટલમાં ચેક ઇન કર્યુ હતું. હોટલમાં રોકાવાનું 2,500 સુધીનું ભાડું પણ તેણે ચૂકવ્યું હતુ. આતંકી સવારે હોટેલમાંથી હથિયાર લેવા નીકળ્યો હતો અને હોટલમાં રોકાવા માટે તેણે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યું હતું અને હોટલમાં પણ તેણે સૈયદ અહેમદના નામે એન્ટ્રી કરી હતી

આતંકીઓએ અમદાવાદમાં જુદી-જુદી જગ્યાઓ પર રેકી કરી હતી. તેમણે નરોડા ફ્રૂટ માર્કેટ સહિત અન્ય વિસ્તારોમાં રેકી કરી હતી. તેમણે લખનઉમાં RSS કાર્યાલયની રેકી કરી હતી તો દિલ્હીના આઝાદ મંડીમાં પણ રેકી કરી હતી. પોલીસે આતંકીઓને આજે કોર્ટમાં રજૂ કરીને 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા

આતંકીઓએ લખનઉ, અમદાવાદ, દિલ્હીમાં રેકી કરી હોવાનું સામે આવ્યું છે તો 2 આતંકી કાશ્મીર પણ ગયા હોવાનું બહાર આવ્યું છે. આતંકી ઝેરી કેમિકલથી હુમલો કરવાના ફિરાકમાં હતા. આતંકી અહેમદ સૈયદ ઝેરી કેમિકલ બનાવતો હતો. આતંકી રાઇઝિંગ નામનું ઝેરી કેમિકલ બનાવતા હતા અને તે સાઇનાઇડથી પણ વધુ ઝેરી હતું . રાઇઝિંગ ઝેર શરીરમાં જતા જ વ્યક્તિનું મોત થાય છે.

પોલીસે કહ્યું કે આતંકીઓને મળેલા ફંડ અંગે પણ તપાસ કરાશે. હૈદરાબાદમાં અહેમદ સૈયદના ઘરે પણ તપાસ કરાશે. આતંકી ગાંધીનગરના કલોલ પાસેથી હથિયાર લેવાનો હતો અને રાજસ્થાનના હનુમાનગઢથી પણ તેણે હથિયાર લીધા હતા.

આતંકી અહેમદ સૈયદે ચીનથી MBBS કર્યું હોવાનું ખુલ્યું છે. અહેમદ સૈયદના મોબાઇલમાંથી બીજા નંબર મળ્યા હતા અને નંબર પર વાતચીતના આધારે અન્ય બે આતંકી ઝડપાયા હતા. એક બનાસકાંઠાથી, એક અમદાવાદથી આતંકી ઝડપાયો હતો. તેમની પાસેથી પોલીસે 4 મોબાઇલ અને બે લેપટોપ ATSએ કબ્જે કર્યા હતા તો લિક્વીડ, પિસ્તોલ મળી હતી.