
આજે ગુજરાતના નાગરિકોને આકસ્મિક સમયમાં પ્રાથમિક સારવાર પૂરી પાડીને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ સુધી પહોંચાડતી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્લ્યુલન્સના નેટવર્કમાં પણ આજથી વધારો થવા જઈ રહ્યો છે.આજે લોકાર્પણ થયેલી નવી ૯૪ એમ્બ્યુલન્સમાં આધુનિક ટેકનોલોજી ઇન્ટીગ્રેટ કરીને તેને વધુ કાર્યક્ષમ અને અદ્યતન બનાવવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

નવરાત્રિના પ્રથમ નોરતે જ રાજ્યના નાગરિકોને આરોગ્યલક્ષી ભેટ મળી

નવી 94 એમ્બ્યુલન્સમાં આધુનિક ટેકનોલોજી ઇન્ટીગ્રેટ કરીને તેને વધુ કાર્યક્ષમ અને અદ્યતન બનાવવામાં આવી

મુખ્ય મંત્રીએ રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તેમના પરિવાર માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો

લાભાર્થી અધિકારી-કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા

યોજના અમલમાં આવતા હવેથી સરકારી અધિકારી-કર્મચારી અને તેમના પરિવારને રૂ.10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે