અમદાવાદના કાંકરિયામાં બાલવાટીકાનું 22 કરોડના ખર્ચે મોર્ડનાઈઝેશન કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બાલ વાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવી બનાવવામાં આવેલી બાલ વાટિકામાં બાળકો અને યુવાનો માટે 27 એક્ટિવીટી શરૂ કરાઈ છે.આ નવી બાલવાટિકામાં શરૂઆતમાં 50 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જેમાં પાંચ એક્ટિવિટી ફ્રી રાખવામાં આવી છે. અન્ય એક્ટિવિટી માટે અલગ અલગ ચાર્જ લેવામાં આવશે. બાલવાટિકામાં ડાયનાસોર ટ્રેન, ડાયનાસોર પાર્ક, બટરફ્લાય પાર્ક, કિડ્સ ગો કાર્ટ, વેક્સ મ્યુઝિયમ સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવ્યાં છે.










