
વડાપ્રધાનના નિમંત્રણ પર જર્મનના ચાન્સેલર મર્ઝ આજે અમદાવાદના મહેમાન બન્યા છે. આજે ઉત્તરાયણ પર્વ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટીવલનો પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. જર્મનના ચાન્સેલર મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ચગાવવાનો આનંદ માણ્યો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઓપેશન સિંદૂરની થીમનો પતંગોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ ઉપરાંત રંગબેરંગી અને અદ્ભૂત સ્ટાઈલના પતંગો લોકોના આર્કષણનું કેન્દ્ર બન્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનનીના ચાન્સેલરે ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી

પીએમ મોદીએ અમદાવાદના મહેમાન બનેલા જર્મનના ચાન્સેલર મર્ઝ સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો. બંને નેતાઓ પતંગ રસિયાની જેમ આકાશમાં ઉંચે..ઉંચો પતંગ ચગાવ્યો.

અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. કાઈટ ફેસ્ટીવલમાં અલગ-અલગ સ્ટાઈલના પતંગોએ આકર્ષણ જમાવ્યું.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આયોજિત પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગ રસિયાઓ આવી પહોંચ્યા છે. અમદાવાદનું લાલ, પીળા, વાદળી જેવા રંગોથી આકાશમાં અદ્ભૂત રંગીન નજારો જામ્યો.

આ વખતે હેરિટેજ પોળની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. વિશાળ ચબૂતરા અને સાંસ્કૃતિક સંગીતની ઝાંખી કરવામાં આવી છે. આ વર્ષે પતંગ મહોત્સવમાં 936 ભારતીય પતંગ બાજો પણ જોડાયા છે.

પતંગ મહોત્સવમાં ઓપરેશન સિંદૂરના પતંગ અદ્ભૂત આકર્ષણ જમાવ્યું. આકાશમાં આ પતંગ ચગતા જ ત્યાં ઉભેલા લોકોમાં જય..ભારત..ના નારા લાગ્યા હતા.

બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં ઉભા રહીને પતંગ ચગાવ્યો હતો. પીએમ મોદીએ જર્મન ચાન્ચેલરને ઉત્તરાય પર્વનું મહત્વ જણાવ્યું હતું. દરમિયાન પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેની પણ માહિતી આપી હતી.