
અમદાવાદ શહેરના અલગ અલગ પ્રાંતોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીની ઉજવણી કરાઈ હતી. અમદાવાદમાં આયોજિત વિજયાદશમી ઉત્સવના વિભિન્ન કાર્યક્રમોમાં ગુજરાત પ્રાંતમાં વિજયાદશમી નિમિતે 415 કાર્યક્રમોંનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક લાખ પંદર હજાર સ્વયંસેવકો સહભાગી થયા હતાં.

અમદાવાદ શહેરના અલગ અલગ પ્રાંતોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીની ઉજવણી કરાઈ હતી. અમદાવાદમાં આયોજિત વિજયાદશમી ઉત્સવના વિભિન્ન કાર્યક્રમોમાં ગુજરાત પ્રાંતમાં વિજયાદશમી નિમિતે 415 કાર્યક્રમોંનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક લાખ પંદર હજાર સ્વયંસેવકો સહભાગી થયા હતાં.

વિજયાદશમી ઉત્સવ નિમિતે કર્ણાવતી મહાનગરના 69 સ્થાનો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15,000 સ્વયંસેવકો અને આશરે 58,000 નાગરિકો સહભાગી થયા હતાં.આ અવસરે મુખ્ય વક્તા ડો સુનીલભાઈ બોરીસાએ કહ્યું કે સંઘ સમાજનું સંગઠન કરે છે. સકારાત્મક અને સર્વને સાથે લઈને સર્વવ્યાપી, સર્વસ્પર્શી સંઘકાર્ય થયું છે. વ્યક્તિનિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય શાખા દ્વારા અવિરત ચાલતું રહ્યું છે.

સ્વયંસેવક પોતાના આચરણથી સમાજમાં સમરસતાનો ભાવ, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સુરક્ષા, સ્વ નો બોધ અને નાગરિક કર્તવ્ય બોધ જેવા પંચ પરિવર્તનના વિષયો લઈને સમાજ પરિવર્તન માટે કામ કરે એ સંઘ શતાબ્દી વર્ષનો સંકલ્પ છે.સમાજ આ વિષયો માટે જાગરણ અને પરિવર્તનના કાર્યમાં જોડાય, જેથી કરીને સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન કે ભારતમાતા વિશ્વગુરુના સ્થાને વિરાજે, તે સ્વપ્નને આપણે આપણાં જીવનમાં સાકાર થતો જોઈએ.

શહેરના જોધપુર પ્રાંતમાં કરાયેલી ઉજવણીમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે લહેરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમણે પોતાના ઉદ્બોધનમાં સંઘ કાર્યોને બિરદાવ્યા હતા આ સાથે જ આ ઉજવણી દરમ્યાન શહેરની અલગ અલગ શાળાઓના બાળકોને દેશની પ્રગતિમાં સંઘના યોગદાન તેમજ સંઘના ઇતિહાસ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ દરમિયાન પીકે લહેરીએ દેશમાં હાલ ચાલી રહેલા આઈ લવ મોહમ્મદના વિવાદ પર નિવેદન આપતા કહ્યું કે કોઈપણ ધર્મના ઇસ્ટ દેવ અંગે વાત કરે તેનો વિરોધ ન હોવો જોઈએ પણ આવા કાર્યક્રમ થકી દેશની શાંતિ ડહોળવાની કે અન્ય લોકોને ડરાવવાની કે ધમકાવાની વૃતિ હોય તો તે યોગ્ય નથી