અંગદાનથી જીવનદાનના સંદેશ સાથે અંગદાનને જનઆંદોલન બનાવવા ગુજરાતના નાગરિકોને પ્રેરણા અપાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવા તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યા.

અંગદાનને જનઆંદોલન બનાવવા પ્રેરણા અપાઈ

1/7અમદાવાદ સિવિલ અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલ થકી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ૨૧૨ બ્રેઈનડેડ લોકોના અંગદાનથી ૭૦૦ થી વધુ લોકોને જીવદાન મળ્યું છે ત્યારે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના હેતુ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અસ્મિતા ભવન હોલમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘અંગદાનથી જીવનદાન’ના સંદેશ સાથે તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યા હતા. 

2/7અંગદાનને લઈ અભિયાન

લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, અંગદાન સૌથી મહાન દાન છે. અમદાવાદ સિવિલમાં અંગદાન પ્રવૃત્તિઓને બિરદાવી સુરત સિવિલ હોસ્પિટલમાં 77 બ્રેઈનડેડ લોકોના અંગદાનથી 200થી વધુ લોકોને નવજીવન મળ્યું

3/7અંગદાનને લઈ અભિયાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલે એક પરિવારની માફક અંગદાન ક્ષેત્રે કાર્ય કરી સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશન ક્ષેત્રમાં નામના મેળવી છે

4/7અંગદાનને લઈ અભિયાન

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ અને તબીબોની સેવાઓને બિરદાવી હતી

5/7અંગદાનને લઈ અભિયાન

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 350થી વધુ નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ, વિદ્યાર્થીઓએ અંગદાનના શપથ ગ્રહણ કર્યા હતા

6/7અંગદાનને લઈ અભિયાન

મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલની સેવા અને અંગદાન પ્રવૃત્તિની માહિતી આપી હતી. આ વેળાએ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ અંગદાન મહાદાન અભિયાનના પ્રતિનિધિ તરીકે પ્રણવભાઈ મોદીનું પણ બહુમાન કરાયું હતું

7/7અંગદાનને લઈ અભિયાન

અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફ, સમગ્ર ગુજરાતના અંગદાન ક્ષેત્રે કામ કરતા તબીબો, નર્સિંગ સ્ટાફ, સહકર્મીઓને અંગદાનના સેવાકાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ અભિનંદન આપ્યા હતા.

Gallery Ads