Happy birthday Ahmedabad : 50 રૂપિયાથી શરૂ થતી લાઇટ્સ! ગાંધી રોડ માર્કેટની ખાસ વાત

અમદાવાદ શહેર માત્ર હેરિટેજ અને સંસ્કૃતિ માટે નહીં, પરંતુ વેપાર અને બજારો માટે પણ જાણીતું છે. આ શહેરના હૃદયમાં આવેલો ગાંધી રોડ ડેકોરેટીવ લાઇટ્સ અને લાઇટિંગ માટે વર્ષોથી વિશ્વસનીય સરનામું બન્યો છે.

50 રૂપિયાથી શરૂ થતી લાઇટ્સ!

1/6gandhi road

અમદાવાદના ગાંધી રોડ પર આવેલું પ્રખ્યાત ડેકોરેટીવ લાઇટિંગ બજાર, જ્યાં 50 રૂપિયાથી LED લાઇટ્સ, તહેવારી સજાવટ અને સ્ટેજ લાઇટિંગ સસ્તા ભાવે મળે છે.

2/6LED

આ બજારમાં વિવિધ પ્રકારની લાઇટ્સ ઉપલબ્ધ છે – જેમ કે LED સીરિઝ લાઇટ્સ, ફેરી લાઇટ્સ, લાઇટિંગવાળા તોરણ, રંગબેરંગી બલ્બ, સ્ટ્રીપ લાઇટ્સ તેમજ મંદિરોમાં ઉપયોગમાં લેવાતી નાની અને મોટી ડેકોરેટીવ લાઇટ્સ. ખાસ વાત એ છે કે અહીં લાઇટિંગ સામાનની કિંમત માત્ર 50 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળી અને ડિઝાઇનર લાઇટિંગ સીરિઝ 1200 રૂપિયા સુધીમાં પણ ઉપલબ્ધ છે. આ કારણે દરેક વર્ગના ગ્રાહકો માટે ગાંધી રોડ પસંદગીનું સ્થાન બની ગયું છે.

3/6LED 5

ગાંધી રોડ માત્ર ઘર અને મંદિરની સજાવટ પૂરતું સીમિત નથી. અહીં નાટકો, કાર્યક્રમો અને ફિલ્મોમાં ઉપયોગ થતી હેલોજન લાઇટ્સ, પાર લાઇટ્સ તથા પ્રોફેશનલ સ્ટેજ લાઇટિંગ સાધનો પણ સસ્તા અને પોષાય તેવા ભાવમાં મળે છે. તેથી ઇવેન્ટ મેનેજર્સ અને કલ્ચરલ કાર્યક્રમોના આયોજકો પણ ખાસ અહીંથી ખરીદી કરવા આવે છે. એક જ જગ્યાએ વિવિધ ડિઝાઇન, કલર અને વોટેજની લાઇટ્સ મળતી હોવાથી ગ્રાહકોને અન્યત્ર જવું પડતું નથી.

4/6LED 4

બજારના વેપારીઓ કહે છે કે ગાંધી રોડ લાઇટિંગ માર્કેટ લગભગ 50 થી 60 વર્ષથી સતત કાર્યરત છે. શરૂઆતથી જ આ બજાર ગુણવત્તાવાળા અને વિશ્વસનીય લાઇટિંગ સામાન માટે જાણીતું રહ્યું છે. અહીં ઘણી દુકાનો ગેરંટી અને વોરંટી સાથે લાઇટ્સ આપે છે, જે ગ્રાહકો માટે વધારાનો વિશ્વાસ ઊભો કરે છે. પરવડે તેવા ભાવ, લાંબા સમય સુધી ચાલે તેવી ગુણવત્તા અને વિશાળ પસંદગી – આ ત્રણેય કારણોસર ગાંધી રોડ આજે પણ અમદાવાદનું સૌથી લોકપ્રિય લાઇટિંગ બજાર છે.

5/6LED 3

6/6LED 2

Gallery Ads