ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યુ છે. વરસાદને કારણે ડાંગ જિલ્લામાં કુદરતિ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જેના કારણે સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોન્સૂન ફેસ્ટિવલમાં પહોંચ્યા છે. શનિ રવિની રજામાં સાપુતારા ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જામી છે.





