Amreli News: રાજુલાના મોટા અગરિયા ગામમાં મોડી રાત્રે ઘૂસેલા 6 સિંહોએ આતંક મચાવ્યો

અમરેલી જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં સિંહના આંટાફેરા હવે સામાન્ય બાબત બની ગઈ છે. સિંહના આંટાફેરાથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયાં છે. રાજુલા તાલુકાના મોટા અગરિયા ગામમાં ગઈકાલે 6 સિંહો ઘૂસ્યા હતાં.

રાજુલામાં સિંહોનો આતંક

1/7મોટા અગરિયા ગામમાં મોડી રાત્રે ઘૂસેલા 6 સિંહોએ આતંક મચાવ્યો

અમરેલી જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં સિંહના આંટાફેરા હવે સામાન્ય બાબત બની ગઈ છે. સિંહના આંટાફેરાથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયાં છે. રાજુલા તાલુકાના મોટા અગરિયા ગામમાં ગઈકાલે 6 સિંહો ઘૂસ્યા હતાં. પશુઓનો શિકાર કરવા ઘૂસેલા સિંહોને જોઈને વાહન ચાલકો પણ થંભી ગયા હતાં. સાવજના આંટાફેરાથી શેત્રુંજી ડિવિઝન વન વિભાગનો વહિવટ કથળ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.

2/7અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં સિંહોના ધામા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા અગરીયા ગામમાં ગઈકાલે 6 જેટલા સિંહો શિકાર કરવા ઘૂસ્યા હતાં. સિંહોને જોઈને રાત્રે પશુઓએ જીવ બચાવવા દોડાદોડી કરી મુકી હતી.

3/7રાજુલાના મોટા આગરીયા ગામમાં 6 સિંહ ઘુસ્યા

મોટા અગરિયા ગામને મોડી રાત્રે 6 સિંહોએ બાનમાં લીધું હતું. સિંહોને જોઈને ગાયો અને શ્વાને પોતાનો જીવ બચાવવા માટે દોડાદાડી કરી હતી. શિકાર કરવા આવેલું સિંહોનું ટોળું ગામની ગલીએ ગલીએ ફર્યું હતું.

4/7શિકારની શોધમાં સિંહો ગામમાં ઘુસ્તા ભયનો માહોલ

શિકાર કરવા આવેલા સિંહોએ ગાય અને આખલા સહિતના પશુઓને મોડી રાત્રે દોડાવ્યા હતાં. પશુઓનું ભાંભરવું અને શ્વાનના ભસવાનો અવાજ આવતા જ ગામના લોકોમાં સિંહ આવ્યા હોવાનો ફફડાટ ફેલાયો હતો.

5/7સિંહો ગામમાં ઘુસતા રખડતા પશુઓમાં અફરાતફરી

મોટા અગરિયા ગામની શેરીઓમા સિંહો અને પશુઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. પશુઓ અને સાવજો રાત્રે દોડતા દોડતા સાવરકુંડલા હાઈવે પર પહોંચી ગયા હતાં. જેને જોઈને વાહન ચાલકો પણ થંભી ગયા હતાં.

6/7શેત્રુંજી ડિવિઝન વનવિભાગનો વહીવટ કથળ્યો

છેલ્લા એક વર્ષથી રાજુલા રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ચાર મહિનાથી ડિવિઝન વડાની જગ્યા ખાલી છે. સાવજોના વસવાટ વાળી જ જગ્યાઓ ખાલી હોવાથી સ્થાનિક લોકોમાં સિંહોને લઈને વધુ ફફડાટ ફેલાયો છે.

7/7સિંહોને જંગલ વિસ્તારમાં ખસેડવાની લોકોની માગ

અમરેલી જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં સિંહના આંટાફેરા હવે સામાન્ય બાબત બની ગઈ છે. સિંહના આંટાફેરાથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયાં છે. સિંહોને જંગલ વિસ્તારમાં ખસેડવાની લોકોની માગ છે.

Gallery Ads