
અમરેલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે લાઠી તાલુકાના દુધાળા મુકામે લાલજી દાદા ઋષિ કૃષિ કેન્દ્ર-પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.

દુધાળા સ્થિત પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ચંદન, લીમડી, ખારેક સહિતના ફ્રૂટ, નાળિયેરી, ચીકુ, નીલગીરી, શીસમ સહિતના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે

પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે રાજ્યપાલે કલ્પવૃક્ષનું રોપણ કરીને વૃક્ષારોપણ અને પર્યાવરણના જતનનો સંદેશ પ્રસરાવ્યો હતો

રાજ્યપાલે ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને વિવિધ પાકનું નિરીક્ષણ કર્યું હતુ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગૌ માતાને ગોળ ખવડાવીને ધન્યતા અનુભવી હતી

રાજ્યપાલે પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી ઘન જીવામૃત, વિવિધ મિશ્ર પાકના વાવેતરની પદ્ધતિ, ધાન્ય અને કઠોળ પાકો, વિવિધ પાકનું જમીનમાં પ્રથમ વખત વાવેતર સમયે આવતી મુશ્કેલીઓ સહિતના મુદ્દે સહજ સંવાદ સાધ્યો હતો

લાઠીના દુધાળા, અકાળા સહિત વિવિધ ગામડાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ રાજ્યપાલને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉમળકાભેર આવકાર્યા હતા