
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેમણે સરહદી વિસ્તાર લખપતની મુલાકાત લીધી હતી. કચ્છના વરિષ્ઠ નાગરિકો સાથે મુલાકાત કરીને તેમની સાથે સંવાદ કર્યો હતો. આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ મુદ્દે સમીક્ષા કરી હતી. તેમની સાથે રાજ્યના 30 સિનિયર IPS અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છની મુલાકાત લીધી હતી. સરહદી વિસ્તાર લખપત પહોંચીને તેમણે ત્યાંના સ્થાનિક આગોવાનો અને વરિષ્ઠ નાગરિકો સાથે મુલાકાત કરી હતી.

માતાના મઢ ખાતે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

હર્ષ સંઘવીએ દેશ દેવી ક્ચ્છ ધણિયાણી મા આશાપુરાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. માતાના મઢ મંદિરે શીશ ઝુકાવીને ગુજરાતની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી

કચ્છમા માતાના મઢ ખાતે દર્શન કરવા માટે પહોંચેલા હર્ષ સંઘવીનું નાની બાળાઓએ સ્વાગત કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સામાન્ય માણસની જેમ ટ્રેનમાં પ્રવાસ ખેડીને કચ્છ પહોંચ્યા હતાં. ટ્રેનમાં પણ તેમણે લોકો સાથે ચર્ચાઓ કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ લોકો સાથે આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓને લઈને સમીક્ષા કરી હતી. લોકો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમણે સંવાદ સાધ્યો હતો.