Gandhinagar : CM વિષ્ણુ દેવ સાંઈએ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી, જુઓ Photos

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી છે. તેઓ એકતાનગરમાં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં 10મીએ રાત્રે થનારી છત્તીસગઢ રાજ્યની વિવિધ સાંસ્કૃતિ પ્રસ્તુતિના કલાકારોને પ્રોત્સાહિત કરવા ગુજરાત આવ્યા છ

ગાંધીનગરમાં થઈ મુલાકાત

1/6Gandhinagar cm bhupendra patel

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી છે. તેઓ એકતાનગરમાં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં 10મીએ રાત્રે થનારી છત્તીસગઢ રાજ્યની વિવિધ સાંસ્કૃતિ પ્રસ્તુતિના કલાકારોને પ્રોત્સાહિત કરવા ગુજરાત આવ્યા છે.


2/6CM Bhupendra Patel

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી છે. તેઓ એકતાનગરમાં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં 10મીએ રાત્રે થનારી છત્તીસગઢ રાજ્યની વિવિધ સાંસ્કૃતિ પ્રસ્તુતિના કલાકારોને પ્રોત્સાહિત કરવા ગુજરાત આવ્યા છે.

3/6CM Vishnu Dev Sai

આગામી સમયમાં છત્તીસગઢમાં યોજાનારી રહેલી છત્તીસગઢ ઈન્વેસ્ટર્સ કનેક્ટમાં ગુજરાતના રોકાણકારોને પ્રેરિત કરવા છત્તીસગઢના મુખ્યમંત્રી મંગળવારે અમદાવાદમાં તેમની સાથે બેઠકો પણ યોજવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ કાર્યક્રમો પૂર્વે તેઓ મળ્યા હતા અને ગુજરાતે વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટનું સ્થાન મેળવ્યું છે તે વિશે જણાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો.

4/6CM Vishnu Dev Sai and cm bhupendra patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છત્તીસગઢના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષે રિજનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સના પ્રયોગ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહિત કરીને વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ઉદ્દેશ સાથે વર્લ્ડ માર્કેટ આપવાના અભિગમથી માહિતગાર કર્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગુજરાતની ઈન્ડસ્ટ્રીયલ પોલિસીની વિસ્તૃત જાણકારી માટે ઉદ્યોગ અગ્ર સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક પણ યોજી હતી.

5/6CM Vishnu Dev Sai Gandhinagar

એટલું જ નહીં, ગુજરાતમાં પબ્લિક ડિલિવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તથા રિયલ ટાઈમ મોનિટરિંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં વિકસાવવામાં આવેલા સીએમ ડેશબોર્ડની ગતિવિધિ અંગેની જાણકારી માટે વિષ્ણુ દેવ સાંઈએ સી.એમ. ડેશબોર્ડની પણ મુલાકાત લીધી હતી.

6/6Gandhinagar 2 cm

તેઓએ રિયલ ટાઈમ મોનિટરિંગ અને જન સંવાદ કેન્દ્રના ફીડબેક મિકેનિઝમની કામગીરીની તલસ્પર્શી જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા. ગુજરાતની આવી પહેલોને છત્તીસગઢમાં શરૂ કરવામાં પણ તેમણે રુચિ દર્શાવી હતી.

Gallery Ads