Dang Rain: સાર્વત્રિક વરસાદ થતા ડાંગમાં નયનરમ્ય નજારો, જુઓ વરસાદમાં કેવુ લાગે છે ડાંગ?

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક વરસાદને કારણે હાલાકી જોવા મળી રહી છે તો ક્યાંક કુદરત સોળ કળાએ ખીલી છે. ગુજરાતમાં પ્રકૃતિનું સ્વર્ગ એટલે ડાંગમાં વરસાદ બાદ વનરાજી ખીલી ઉઠી છે. ધોધ સક્રિય થતા એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું. ત્યારે આવો જાણીએ વરસાદી માહોલમાં કેવુ લાગે છે ડાંગ.

[[$ad]]
[[$googlead]]

[[$alsoread]]

  • Follow us on:

ડાંગમાં વરસાદી માહોલ જામ્યો

1/6DANG

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક વરસાદને કારણે હાલાકી જોવા મળી રહી છે તો ક્યાંક કુદરત સોળ કળાએ ખીલી છે. ગુજરાતમાં પ્રકૃતિનું સ્વર્ગ એટલે ડાંગમાં વરસાદ બાદ વનરાજી ખીલી ઉઠી છે. ધોધ સક્રિય થતા એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું. ત્યારે આવો જાણીએ વરસાદી માહોલમાં કેવુ લાગે છે ડાંગ.

2/6DANG

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ધીમીધાર વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી છે. રોડ રસ્તા પર પાણી પાણી થઇ ગયા છે.

3/6DANG

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યુ છે. સહેલાણીઓ પણ ડાંગની સુંદરતા નિહાળવા આવી પહોંચ્યા છે. ચોમેર લીલોતરી વચ્ચે વરસાદનું ઝરમર ઝરમર વરસવુ તે કંઇક અલગ જ આનંદ આપનારુ છે.

4/6DANG

ડાંગમાં વરસાદ આવે એટલે પહાડો પરથી ઝરણા વહેતા જોવા મળે. ક્યાંક ધોધ પણ સક્રીય થઇ જાય. આ નજારો જોવા માટે પ્રકૃતિ પ્રેમીઓ ખાસ અહીં આવી પહોંચે છે. કારણ કે ચોમેર હરિયાળી વચ્ચે ધોધ પડતા હોય.. ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો મનને શાંત કરનારા હોય છે.

5/6DANG

વઘઇ અને આહવા માં એકધારો વરસાદ રહેતા જનજીવન પ્રભાવિત થયુ છે. જન જીવન પર થોડી અસર પહોંચી છે. જ્યારે સાપુતારા માં ઝરમર વરસાદથી આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું.

6/6DANG

આજે સવારે પડેલા વરસાદની વાત કરીએ તો, સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં આહવામાં 1.51 ઇંચ, વઘઈ - 1.27 ઇંચ તથા સુબીર- 09 મીમી અને સાપુતારામાં 15 મીમી વરસાદ નોંધાયો છે.

Gallery Ads