Delhi Blast : સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવાઇ, ઠેર ઠેર પોલીસનું ચેકિંગ, યાત્રાધામો પર કડક સુરક્ષા

દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવાઇ છે. રાજ્યના મહત્વના તમામ મંદિરોની સુરક્ષા વધારી દેવાઇ છે તો તમામ શહેરોમાં પોલીસ રસ્તા પર ઉતરી ગઇ છે અને શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી રહી છે. ગુજરાત બોર્ડર પર પણ ચેકીંગ શરુ કરાયું છે.

પોલીસ એલર્ટ

1/8cheking

દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવાઇ છે. રાજ્યના મહત્વના તમામ મંદિરોની સુરક્ષા વધારી દેવાઇ છે તો તમામ શહેરોમાં પોલીસ રસ્તા પર ઉતરી ગઇ છે અને શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી રહી છે. ગુજરાત બોર્ડર પર પણ ચેકીંગ શરુ કરાયું છે.

2/8delhi car blast

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અરવલ્લી પોલીસ એલર્ટ છે અને આંતરરાજ્ય બોર્ડર પર સુરક્ષામાં વધારો કરાયો હતો. શામળાજી-રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેલાયો છે અને રાજસ્થાનથી આવતા વાહનોમાં ચેકિંગ ચાલી રહ્યું છે.

3/8delhi car blast HighAlert

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદ સહિત તમામ શહેરોમાં પણ શહેર પોલીસ એલર્ટ કરી દેવાઇ છે અને પોલીસ ભીડવાળા સ્થળો પર ચેકિંગ કરી રહી છે. બસ સ્ટેશનો અને રલવે સ્ટેશનો પર ચેકિંગ કરાઇ રહ્યું છે અને મુસાફરોને સામાન ચેક કર્યા બાદ પ્રવેશ અપાયો હતો.

4/8delhi car blast Alert

દ્વારકા જગતમંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે તો દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષામાં વધારો કરાયો છે અને દર્શને આવતા ભક્તોનું પણ ચેકિંગ કરાઇ રહ્યું છે મંદિરના પ્રવેશ દ્વાર પર તમામ લોકોનું ચેકિંગ કરવાની સાથે મંદિરમાં કોઇ પણ વસ્તુ લઇ જવા પ્રતિબંધ જાહેર કરાયો છે.

5/8delhi car blast Police

દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદમાં પણ અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારાઈ છે અને BDDS, પોલીસ, CISF દ્વારા રેલવે સ્ટેશન પર તપાસ કરાઇ રહી હતી. BDDSની ટીમ અમદાવાદ રેલવે સ્ટેશન પર તૈનાત કરાઇ છે. સ્નિફર ડોગ અને મેટલ ડિટેક્ટરથી તપાસ કરાઇ રહી છે. મુસાફરોના લગેજને ખોલીને ઝીણવટ ભરી તપાસ કરી ટ્રેનની અંદર જઈને પણ કરવામાં ચેકિંગ કરાયું

6/8delhi car blast SuspiciousVehicle

દિલ્હી બ્લાસ્ટના પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયા બાદ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. મંત્રી નિવાસ સ્થાન તરફના રસ્તા પર વધારો કરાયો છે અને સર્કિટ હાઉસથી મંત્રી નિવાસસ્થાન તરફ બેરિકેટિંગ કરી દેવાયું છે

7/8delhi car blast Security

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ મામલે ગુજરાતમાં હાઈએલર્ટ છે. પ્રખ્યાત અંબાજી મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધારાઇ છે. શક્તિ દ્વાર ખાતે મેટલ ડિટેક્ટરથી સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે અને અંબાજી મંદિરમાં 24 કલાક LMG ગાર્ડ તૈનાત કરાયા છે. ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમો દ્વારા ચેકિંગ કરાઇ રહ્યું છે

8/8delhi car blast  PoliceAction

શામળાજી મંદિર ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને તમામ શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રખાઇ રહી છે

Gallery Ads