Gandhinagar : ગિફ્ટ સિટી ખાતે 'સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ' ફોર ઈનોવેશન, પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ–FTO' વિષય પર વર્કશોપનું આયોજન

ઈન્ક્યુબેટર્સથી લઈને સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા.

વિવિધ ઈનોવેટર્સને સન્માનિત કરાયા

1/6gift city (1)

ઈન્ક્યુબેટર્સથી લઈને સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા, જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસો અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સનું નામ પણ અજાણ્યું હતું, ત્યાંથી લઈને આજે આપણે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નંબર વન સ્ટેટ બન્યા છીએ. આમ, ભારતીય યુવાનોની ક્ષમતા અને મહેનતની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. ગુજરાત આજે સ્ટાર્ટઅપ અને Al ટેકનોલોજીમાં પ્રગતિશીલ રાજ્ય છે‌ તેમ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડીયાએ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

2/6gift city (6)

3/6gift city (5)

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આજે ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે 'સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ-FTO' વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે વિવિધ ઇનોવેટર્સને આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ અંતર્ગત કુલ રૂ. 62.84 લાખ, IP કોમર્શિયલાઇઝેશન અંતર્ગત કુલ રૂ. 3 લાખ અને નિધિ પ્રયાસ ગ્રાન્ટ હેઠળ રૂ. 21.50 લાખ એમ કુલ રૂ. 87.34 લાખની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.

4/6gift city (4)

ઈનક્યૂબેટર્સ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે કાર્યરત યુવા માટે આજનો વર્કશોપ મિની કુંભ સમાન છે તેમ જણાવી મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 2003માં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના થઈ હતી. આ પ્રયાસોને પરિણામે ગુજરાતમાં સાવલી ટેકનોલોજી અને બિઝનેસ ઇનક્યૂબેટર જેવું સેન્ટર કાર્યરત થયું છે. ગુજરાતના યુવાનો સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ નવા નવા ઇનોવેશન કરી રહ્યા છે. એક સમય હતો કે કોઈએ સ્ટાર્ટઅપ્સ વિશે સાંભળ્યું જ ન હતું. ઇન્ક્યુબેટર શું છે? તે વિશે વાત પણ થતી ન હતી. જ્યારે આજે સેટેલાઇટ બનાવવા માટે વપરાતા સેમિકન્ડક્ટરની ડિઝાઈન, ફેબ્રિકેશન, ટેસ્ટિંગ અને પેકેજિંગ એમ બધુ અમદાવાદ ખાતે કાર્યરત ઈસરોમાં ઈન-હાઉસ બને છે. આમ, સેટેલાઈટમાં વપરાતા સેમિકન્ડક્ટરની આખી ઈકોસિસ્ટમ પણ અહીં ઉપલબ્ધ છે.

5/6gift city (3)

સાણંદના ખોરજ ખાતે આવેલી GIDCમાં દેશની સૌ પ્રથમ સેટેલાઈટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવામાં આવી છે. અહી ભારતીય ડિઝાઇન મુજબ સેટેલાઇટનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં પ્રથમ ત્રણ વર્ષ સુધી 6 સેટેલાઈટ અને ત્યારબાદ ત્રણ વર્ષમાં 12 સેટેલાઈટ બનાવવાનું લક્ષ્ય છે. આમ, રાજ્યમાં યુવાઓનો વિવિધ સ્વરૂપે અદભૂત બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થઈ રહ્યો છે, જે સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને વધુ વેગ આપે છે.

6/6gift city (2)

મંત્રીએ કહ્યું હતું કે, નિષ્ફળતા પાછળ જ સફળતા રહેલી છે, એટલે પ્રયત્ન છોડવો જોઈએ નહીં. મને વિશ્વાસ છે કે તમે બધા માર્ગમાં આવતા અવરોધને દૂર કરીને આગળ વધશો. અમેરિકામાં આવેલા સિલિકોન વેલી શહેરમાં ભારતીય યુવાઓ AI, ચેટ GPT જેવા અનેક તકનીકી ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં ધોલેરા સહિત 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે, જેથી આ ક્ષેત્રે કામ કરતું દેશનું યુવાધન પરત ફરશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Gallery Ads