
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે 'સ્વાભિમાન પર્વ'ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા, જ્યાં સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશ્યા ત્યારે વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું હતું. મંદિરના મુખ્ય દિગ્વિજય દ્વાર પાસે મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ-સંતોએ મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાનનું ભાવભીનું અભિવાદન કર્યું હતું. આ પવિત્ર અવસરે વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓએ હર્ષનાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આખું મંદિર પરિસર "મોદી મોદી" ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાને પણ શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

દર્શન પૂજનની સાથે વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં ચાલી રહેલા વિશેષ ૐ કાર (ઓમકાર) અનુષ્ઠાનમાં સહભાગી બન્યા હતા. તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની આરાધના કરી ઓમકાર મંત્રના જાપ કર્યા હતા. આ આધ્યાત્મિક વિધિ દ્વારા તેમણે દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

કાર્યક્રમના અંતે વડાપ્રધાને સોમનાથ મંદિરના ઇતિહાસ અને ભવ્યતાને આલેખતો અત્યાધુનિક ડ્રોન શો નિહાળ્યો હતો. આકાશમાં સેંકડો ડ્રોન દ્વારા કંડારાયેલી આકૃતિઓએ સોમનાથના સુવર્ણ ઇતિહાસને જીવંત કર્યો હતો, જે જોઈ વડાપ્રધાન પણ અભિભૂત થયા હતા.

સોમનાથના સાનિધ્યમાં આજે 'સ્વાભિમાન પર્વ'ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા.