Junagadh : સાસણમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ​કોઈ પ્રોટોકોલ વગર સામાન્ય માણસની જેમ લોકોને મળ્યા, જુઓ Photos

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને 215 કરોડ રૂપિયાના 26 વિકાસકાર્યોની ભેટ આપી છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત 143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

CMની સાદગીની ચર્ચા સર્વત્ર

1/6cm bhupendra patel in junagadh (2)

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને 215 કરોડ રૂપિયાના 26 વિકાસકાર્યોની ભેટ આપી છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત 143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

2/6cm bhupendra patel in junagadh (6)

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને 215 કરોડ રૂપિયાના 26 વિકાસકાર્યોની ભેટ આપી છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત 143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

3/6cm bhupendra patel in junagadh (5)

આ દરમિયાન મુખ્યપ્રધાનની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા. મુખ્યપ્રધાન સાસણમાં સિંહ સદનની બહાર નીકળીને સ્થાનિકોને પ્રેમથી મળ્યા હતા. બજારમાં વેપારીઓ અને પ્રવાસીઓ સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે ગીરના સ્થાનિક લોકોના ખબર અંતર પૂછ્યા હતા અને વેપારીઓ સાથે બેસીને ચા પાણી પણ કર્યા હતા.

4/6cm bhupendra patel in junagadh (4)

મુખ્યપ્રધાનની મૃદુતા જોઈને પ્રવાસીઓ ભારે ઉત્સાહિત થયા હતા. તેઓ કોઈ પ્રોટોકોલ વગર સામાન્ય માણસની જેમ તમામ લોકોને મળ્યા હતા.​ સત્તામાં હોવા છતાં તેમની સાદગીની ચર્ચા સર્વત્ર થઈ રહી છે.

5/6cm bhupendra patel in junagadh (3)

આ પ્રસંગે મુખ્યપ્રધાને જૂનાગઢના ઢોલકવાદક હાજીભાઈ કાસમભાઈ મીરને પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં તેમનું વિશેષ સન્માન કર્યું હતું. ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવરૂપ વિરાસત ધરાવતું જૂનાગઢ શહેર આજે વિકાસનું જીવંત ઉદાહરણ બન્યું એમ મુખ્યપ્રધાને કહ્યું હતું.

6/6cm bhupendra patel in junagadh (1)

તમને જણાવી દઈએ કે મુખ્યપ્રધાને વંથલી ખાતે 4.25 કરોડના ખર્ચે નિર્મિત 25 બેડની ક્ષમતા ધરાવતા અધ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કેશોદ ખાતે 10.12 કરોડના ખર્ચે નિર્મિત જિલ્લાકક્ષાના મોડેલ ફાયર સ્ટેશનને પણ ખુલ્લું મૂક્યું હતું.

Gallery Ads