SOU : એકતાનગરમાં યોજાયેલા ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના વ્યંજનનો સ્વાદ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે. અહીં એક જ જગ્યાએ લોકોને અલગ અલગ રાજ્યોના વ્યંજનનો સ્વાદ માણવા મળી રહ્યો છે

ભારત પર્વ

1/6Bharat Parv

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે. અહીં એક જ જગ્યાએ લોકોને અલગ અલગ રાજ્યોના વ્યંજનનો સ્વાદ માણવા મળી રહ્યો છે સાથે સાથે તેમની સાંસ્કૃતિક કલા પણ જોવા મળી રહે છે 

2/6Statue of Unity

ભારત પર્વમાં 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યાં છે. ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવવામાં આવી રહી છે.

3/6Statue of Unity Bharat Parv

ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, અહીંની ખાણી-પીણીમાં પણ વિવિધતા જોવા મળે છે, મોઢામાં ચટકારો લાવી દે તેવા અહીંયા ફૂડ સ્ટોલ ઉભા કરાયા છે જેમાં તમે જોઈ શકો છો કે બિહારના પ્રખ્યાત લિપિચોખા મુંબઈના વડાપાવ તો પછી આસામ અને સિક્કિમમાં જે ટ્રેડીશનલ મોમોસ હોય છે તે તેલંગાના ના વડા તો કશ્મીરનો પ્રખ્યાત કાવો અને દમ આલું, નદરૂ,ખટ્ટા બેગન, આ બધી વિવિધતાને એક સ્થળે લાવીને તેનો સ્વાદ માણવાનો અવસર એકતાનગર ખાતે મળ્યો છે.

4/6Statue of Unity Ekta Nagar

અહીં તમામ રાજ્યોના સ્ટોલ ઉભા કરાયા છે અને આ રાજ્યોમાંથી આવેલા કલાકારો તથા લોકો પોતાના રાજ્યની કલાની સાથે પોતાના રાજ્યના ફૂડનો આસ્વાદ પણ પ્રવાસીઓને કરાવી રહ્યા છે.

5/6Statue of Unity food festival

ફૂડ સ્ટોલ્સમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસવામા આવી રહી છે, 58 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ છે ભારત પર્વ 2025 માં સહભાગી રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોઆંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્ર પ્રદેશ,આસામ, દાદરા નગર હવેલી અને દમણ દીવ, દિલ્હી, ગોવા, હરિયાણા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ,મધ્યપ્રદેશ,ચંડીગઢ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડુચેરી,પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા,ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મેઘાલય સહિતના રાજ્યો - કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સાંસ્કૃતિક કલા-કૃતિઓ, વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો લ્હાવો પ્રવાસીઓ માણી રહ્યા છે

6/6Statue of Unity art exhibition

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલા પ્રવાસીઓ અહીં એક જ સ્થળે આખા દેશની પ્રખ્યાત અને જે તે પ્રદેશની આગવી ઓળખ કહી શકાય તેવી વાનગીઓનો સ્વાદ ચાખી રહ્યા છે તો સાથે સાથે જે રાજ્યની હેન્ડીક્રાફ્ટ સહિતની કલા માણી રહ્યા છે

Gallery Ads