
ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત આસ્થાના પ્રતિક સમા સંતરામ મંદિરે દેવ દિવાળીના પવિત્ર પર્વની ભવ્ય અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર સમગ્ર મંદિર પરિસરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું.

નડિયાદ સ્થિત આસ્થાના પ્રતિક સમા સંતરામ મંદિરે આજે દેવ દિવાળીના પવિત્ર પર્વની ભવ્ય અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.દેવ દિવાળીની આ ઉજવણીમાં સંતરામ મંદિરની પરંપરા મુજબ 1 લાખ 11 હજાર 111 (1,11,111) દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.

આ દીવડાઓની રોશનીથી મંદિર પરિસરનું એક એક ખૂણો જગમગી ઉઠ્યો હતો, જેના કારણે ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. દીવડાઓની આ અદભૂત શૃંખલા જોઈને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.

દેવ દિવાળીના આ પાવન પર્વ પર રાત્રે આકાશી આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી રોશનીથી ભરપૂર આ આતશબાજીએ આ દિવ્ય ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા અને હજારો ભક્તોએ તેનો આનંદ માણ્યો હતો. સંતરામ મંદિરે પરંપરાગત રીતે ઉજવાતા આ પર્વથી સમગ્ર નડિયાદ ભક્તિના રંગે રંગાયું હતું.

આ અવસર પર સમગ્ર મંદિર પરિસરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું, જેના આકાશી દ્રશ્યો અત્યંત મનમોહક અને દિવ્યતાસભર લાગી રહ્યા હતા.

રંગબેરંગી રોશનીથી ભરપૂર આ આતશબાજીએ આ દિવ્ય ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા અને હજારો ભક્તોએ તેનો આનંદ માણ્યો હતો.