Kutch Famous Place : કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, શિયાળાના પ્રવાસમાં કચ્છના આ લોકપ્રિય સ્થાનની મુલાકાતનો લો આનંદ

કચ્છમાં જોવાલયક સ્થાનમાં આ મુખ્ય આકર્ષણો શ્રેષ્ઠ છે. કચ્છમાં પ્રવાસમાં કેમ આ સ્થાનની મુલાકાત લેવી જોઈએ જાણો તેની ખાસિયત.

જીવનભરની યાદગાર ક્ષણ બનશે

1/9કચ્છના જોવાલાયક સ્થળો

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના દિવસોમાં લોકોમાં ફરવા જવાનો ટ્રેન્ડ છે. પોતાના પ્રવાસને યાદગાર બનાવવા તમે ઠંડીના દિવસોમાં કચ્છના આ સ્થાનની અવશ્ય મુલાકાત લો. દિવાળી બાદ કચ્છમાં રણોત્સવ શરૂ થાય છે. કચ્છમાં આ દિવસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. જો તમે પણ કચ્છ જવાનો પ્લાન કરી રહ્યા હોય તો અવશ્ય આ માહિતી તમારા માટે છે. કચ્છમાં જોવાલયક સ્થાનમાં આ મુખ્ય આકર્ષણો શ્રેષ્ઠ છે. કચ્છમાં પ્રવાસમાં કેમ આ સ્થાનની મુલાકાત લેવી જોઈએ જાણો તેની ખાસિયત.

2/9માતાનો મઢ

કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ આશા પુરા માતાજીનું મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. નાની નાની ટેકરીઓ અને પર્વતો વચ્ચે આવેલ આ મંદિર માતાના મઢ તરીકે પ્રસિદ્ધ છે. મંદિરમાં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. આશાપુરા કચ્છમાં વસતા લોકોની કુળદેવી કહેવાય છે. લોકોમાં માન્યતા છે કે માતાના આર્શીવાદ થકી જ કચ્છ આટલું સમૃદ્ધ થયું છે. કચ્છ પ્રવાસમાં મોટાભાગના સેલિબ્રેટી મા આશાપુરાના આર્શીવાદ લેવા અચૂક જાય છે.

3/9કચ્છના જોવાલાયક સ્થળો

હમીરસર તળાવ ભુજ શહેરમાં આવેલું છે. 28 એકરના વિસ્તારમાં ફેલાયેલ આ તળાવની આસપાસ સુંદર બગીચો છે. 450 વર્ષ જૂના તળાવ ભુજના લોકો માટે જળસંચયનો મોટો સ્ત્રોત છે. જયારે તળાવ વરસાદના પાણીથી ભરાઇ જાય છે ત્યારે હમીરસર તળાવની પુજા કરવામાં આવે છે અને લોકોને "મેઘલાડુ" પ્રસાદ તરીકે અપાય છે.

4/9કચ્છના જોવાલાયક સ્થળો

ભુજના ભુજિયા ડુંગર પર છે સ્મૃતિ વન મેમોરિયલ. આ ભૂકંપ મેમોરિયલ 2001માં આવેલા ભૂકંપમાં થયેલ તબાહીમાં દિવંગત આત્માની યાદમાં બનાવાયું છે. પ્રવાસીઓ ડુંગરના ટોચ પર બનાવેલા સનસેટ પોઇન્ટ પર ઢળતા સૂરજ સાથે દેખાતો અદ્ભૂત નજારોના આનંદ લઈ શકે છે.

5/9કચ્છના જોવાલાયક સ્થળો

સફેદ રણ અત્યારે ઠંડીના દિવસોમાં કચ્છમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. કચ્છનું સફેદ રણ ફક્ત ભારત જ નહીં વિશ્વમાં પણ પ્રસિદ્ધ થયું છે. આ સ્થાન પર ઠંડીના દિવસોમાં થતા રણોત્સવમાં દેશ-વિદેશના પ્રવાસીઓ કુદરતી સૌંદર્યને નિહાળવા આવે છે. રણોત્સવમાં લોકો ટેન્ટ સીટી રહેવાનું વધુ પસંદ કરે છે.

6/9કચ્છના જોવાલાયક સ્થળો

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે.

7/9કચ્છના જોવાલાયક સ્થળો

કચ્છમાં આવેલ કાળો ડુંગર એક મહત્વપૂર્ણ અને ઐતિસાહાસિક સ્થાન છે. એડવેન્ટર ટુરિઝમ હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાય છે. ઊંચા કાળા પથ્થરો વચ્ચે આવેલ ટેકરીઓના કારણે તેનું નામ કાળો ડુંગર પડયું. કાળા ડુંગરની ટોચ પર ભગવાન દત્તાત્રેયનું 400 વર્ષ જૂનું મંદિર છે. દત્તાત્રેય ભગવાન ત્રણ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના સંયુક્ત અવતાર તરીકે પૂજાય છે.

8/9કચ્છના જોવાલાયક સ્થળો

કોટેશ્વર મંદિર ગુજરાતના મુખ્ય પ્રાચીન મંદિરોમાં એક છે. મંદિરની આસપાસનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને વધુ આનંદ આપે છે. માન્યતા છે કે જયારે પાંડવો વનવાસમાં હતા ત્યારે આ સ્થાન પર રોકાયા હતા અને શિવલિંગની સ્થાપના કરી ભગવાન શિવનું પૂજન કરતા હતા. વર્ષ 1820માં આ મંદિરનું તે સમયના રામ રાજા જી દ્વારા નિર્માણ કરાયું હતું.

9/9કચ્છના જોવાલાયક સ્થળો

કચ્છમાં આવેલ આઈના મહેલ જોવાલાયક સ્થાન છે. આ મહેલમાં સૌથી વધુ મિરરનો ઉપયોગ થયો હોવાથી તેને મિરર મહેલ પણ કહે છે. 18મી સદીમાં કચ્છના મહારાવ લખપતજી દ્વારા આ અદ્ભૂત મહેલ બનાવવામાં આવ્યો હતો.

Gallery Ads