રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરીયા ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો

મહેસાણા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે દિશામાં કાર્ય કરવાની હિમાયત કરતાં રાજ્યપાલ.

પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ

1/7ખેડૂત પ્રાકૃતિક સંવાદ

મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરીયા ખાતે આયોજિત 'પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ' કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.


2/7પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ માત્ર એક વ્યવસાય નહીં, પણ સંસ્કૃતિ અને જીવનશૈલીનું અભિન્ન અંગ છે

3/7પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ

રાજ્યપાલે 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ અને જશપુરીયા ગામના ખેડૂત શામજીભાઈ ચૌધરીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી

4/7પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ

રાજ્યપાલે પશુપાલન અંગે વાત કરતા કહ્યું કે, હાલના સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલન કરવું જોઈએ

5/7પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ

રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે, કુરુક્ષેત્રમાં 180 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, જેમાં પ્રતિ વર્ષ પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધતું રહ્યું

6/7પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ

રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો

7/7પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ

હાલના સમયમાં “પ્રાકૃતિક ખેતી” એ માત્ર જ વિકલ્પ નહીં, પરંતુ આવશ્યકતા બની ગઈ છે

Gallery Ads