Mehsana News: શહેરમા નોટબંધી બાદ ફરીવાર અર્બન બેંકની બહાર લોકોની લાઈનો લાગી, જુઓ Photo

નોટબંધી સમયે નોટો બદલવા માટેની લાઈનો લાગેલી દેખાઈ હતી. હવે નોટ બંધી બાદ મહેસાણામાં અર્બન બેંકની બહાર લોકોની લાઈનો લાગેલી જોવા મળી છે. લોકો 10 રૂપિયાની નવી નોટોના બંડલ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે.

અર્બન બેંકની બહાર લોકોની લાઈનો

1/6મહેસાણા અર્બન બેંક દ્વારા 14 લાખની 10 ની નોટોનું વિતરણ કરાયું

દેશમાં એક હજાર અને પાંચસો રૂપિયાની નોટો બંધ થઈ ત્યારે બેંકની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. નોટબંધી સમયે નોટો બદલવા માટેની લાઈનો લાગેલી દેખાઈ હતી. હવે નોટ બંધી બાદ મહેસાણામાં અર્બન બેંકની બહાર લોકોની લાઈનો લાગેલી જોવા મળી છે. લોકો 10 રૂપિયાની નવી નોટોના બંડલ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. 

2/6નોટબંધી બાદ હવે બેંક આગળ ફરી લાઇનો જોવા મળી

નોટબંધી બાદ ફરી વાર બેંક પાસે લોકોની લાઈનો લાગેલી જોવા મળી છે. મહેસાણામાં અર્બન બેંકની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. લોકો 10 રૂપિયાની નવી નોટોના બંડલ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે.

3/6રૂપિયા 10 ની નવી નોટ લેવા લોકોની લાઇનો

સવારથી જ બેંકની બહાર 10 રૂપિયાની નવી નોટો લેવા લોકોએ લાઈનો લગાવી હતી. બેંકની બહાર કાઉન્ટર ગોઠવીને લોકોને 10ની નવી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

4/6મહેસાણા શહેરમાં અર્બન બેન્ક આગળ જોવા મળી લાઇનો

ભારતીય રિઝર્વ બેંક દ્વારા અન્ય બેંકોને કેમ્પ યોજીને નવી નોટોનું વિતરણ કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઈને મહેસાણામાં અર્બન બેંક દ્વારા નવી નોટોના વિતરણ માટેનો કેમ્પ યોજાયો હતો.

5/6RBI દ્વારા બેંકને કેમ્પ કરી નોટ વિતરણ કરવા સૂચના અપાઈ

બેંક દ્વારા શરૂ કરવામાં આવેલા કેમ્પમાં 10 રૂપિયાની નવી નોટો લેવા લોકોની ભીડ જામી હતી. અનેક લોકો વહેલી સવારથી જ નોટનું બંડલ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતાં.

6/6બેંક દ્વારા કેમ્પ કરતા 10ની નોટ લેવા ભીડ ઉમટી

અર્બન બેંક દ્વારા 14 લાખની 10 રૂપિયાની નવી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બે રૂપિયા અને પાંચ રૂપિયાના કૂલ ત્રણ લાખના સિક્કાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Gallery Ads