Narmada : કેવડિયામાં એકતા પરેડની પૂરજોશમાં તૈયારી, 8 રાજ્યની પોલીસ સહિત 16 ટીમો પરેડમાં લઇ રહી છે ભાગ

કેવડિયામાં એકતા પરેડની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ હોવાથી કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ શાનદાર ઉજવણી કરવામાં આવશે.

કેવડિયામાં યોજાશે એકતા પરેડ

1/6રાષ્ટ્રીય એકતા પરેડ

નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે એકતા પરેડનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. ડોગ સ્ક્વોડ સહિત ટીમોએ રિહર્સલમાં જોડાઇ. 31 ઓક્ટોબરે કેવડિયામાં યોજાશે એકતા પરેડ. 31 ઓક્ટોબર દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે સરદાર વલ્લભાઈ પટેલની જન્મજયંતિ છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. કેવડિયા એકતા નગર ખાતેના મુખ્ય માર્ગ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે SOUમાં એકતા પરેડને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

2/6રાષ્ટ્રીય એકતા પરેડ

SOUમાં એકતા પરેડ આ વર્ષે વધુ ખાસ છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ હોવાથી કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ શાનદાર ઉજવણી કરવામાં આવશે.

3/6રાષ્ટ્રીય એકતા પરેડ

એકતા પરેડમાં રાજ્યોના પોલીસ દળો અને સુરક્ષા દળો ઉપરાંત NCC કેડેટ્સથી લઈને આર્મી, નેવી, એરફોર્સ, NSG કમાન્ડો, BSFની ટુકડીઓ પણ ભાગ લેશે.

4/6રાષ્ટ્રીય એકતા પરેડ

અગાઉ એકતા પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે બસ પાર્કિંગ પોઇન્ટ ખાતે યોજવામાં આવતી હતી. પરંતુ આ વખતે કેવડિયાના એકતાનગર ખાતે ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

5/6રાષ્ટ્રીય એકતા પરેડ

એકતા પરેડ વધુ ઐતિહાસિક બની રહેશે. આ વર્ષે પ્રથમવારએકતા પરેડમાં મહિલા નેતૃત્વને કમાન સોંપવામાં આવી છે. જેને લઈને મહિલા અધિકારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સુરક્ષા દળોની પરેડમાં મહિલા અધિકારીઓ ટુકડીનું નેતૃત્વ કરતા જોવા મળશે.

6/6રાષ્ટ્રીય એકતા પરેડ

એકતા પરેડમાં ભાગ લેનાર ટુકડીઓ કેવિડયામાં લાંબા સમયથી પ્રેકટીસ કરી રહ્યા છે. ગુજરાતમાં આટલા લાંબા રોકાણને લઈને આ ટુકડીઓ પણ ગુજરાતીઓ દ્વારા કરવામાં આવેલ સત્કારથી ખુબ ખુશ થયા.

Gallery Ads