
યુવાનોના કૌશલ્યને બજારની જરૂરિયાતો મુજબ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2009માં ગુજરાત કૌશલ્ય વિકાસ મિશન (GSDM)ની શરૂઆત કરી. આ મિશન હેઠળ રાજ્યભરમાં કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરાયાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે આ કૌશલ્ય કેન્દ્રો વિકસી રહ્યા છે. આ પહેલ યુવાનોના આર્થિક સશક્તિકરણનો પાયો બની.

ગુજરાત સરકારની આ યોજના યુવાનોને સ્વરોજગાર માટે મહત્વપૂર્ણ બની રહી છે

છેલ્લાં દસ વર્ષોમાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા લગભગ 40 ક્ષેત્રોમાં યુવાનોને ઉદ્યોગની માંગ મુજબ તાલીમ આપી રહી છે

આ મિશન દ્વારા દેશમાં અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ યુવાનોને સશક્ત બનાવવામાં આવ્યા છે, જે આજે વિકસિત ભારતના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે

પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાતના આ સફળ મોડેલને રાષ્ટ્રીય સ્તરે સ્કીલ ઈન્ડિયા સ્વરૂપે વિકસાવ્યું

15 જુલાઈ 2015ના રોજ સ્કિલ ઇન્ડિયા મિશનનો આરંભ થયો, આ મિશનને દેશમાં નવી ઊર્જાનો સંચાર કરનારો અને યુવાનોના આર્થિક સશક્તિકરણનું માધ્યમ ગણાવ્યું

તાલીમાર્થી નીલ નાઈ અને અન્ય યુવાનો સફળતાપૂર્વક આ તાલીમ મેળવી રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે. કૌશલ્ય વિકાસના નિર્દેશક આ મિશનની ફલશ્રુતિ ગણાવે છે