"ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો".. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટમાં મૂળ પાકિસ્તાનના ૧૮૫ લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ 'ભારતીય નાગરિકતા એનાયત' કરવામાં આવી હતી.






