આજી નદીના પટમાં 80,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવા RMCનું મેગા સર્જિકલ સ્ટ્રાઈક

RMC દ્વારા આજે શહેરના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વ્યાપક ડિમોલિશન ઓપરેશન જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું છે.

જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન

1/7Jungleshwar Demolition

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આજે શહેરના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વ્યાપક ડિમોલિશન ઓપરેશન જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું છે.

2/7Jungleshwar Demolition

આજી નદીના કાંઠે અને ટી.પી. રોડ પર દાયકાઓથી ખડકાયેલા 1,498 ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.

3/7Jungleshwar Demolition

આ કામગીરી દ્વારા અંદાજે 80,000 ચોરસ મીટર જેટલી કિંમતી જમીન દબાણમુક્ત કરવામાં આવશે.

4/7Mega Demolition

ઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 1,500થી વધુ પોલીસ જવાનો, SRPની ટુકડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો લોખંડી કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

5/7Jungleshwar Demolition

દબાણો હટાવવા માટે 64 જેસીબી (JCB), 90થી વધુ ટ્રેક્ટર અને હજારો મજૂરોની ટીમ કામે લગાડવામાં આવી છે.

6/7Jungleshwar Demolition

આજી નદીના શુદ્ધિકરણ, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને 15 મીટરના ટી.પી. રોડના અમલીકરણ માટે આ દબાણો દૂર કરવા અનિવાર્ય હતા. આ કામગીરીથી ચોમાસા દરમિયાન નદીના પટમાં ભરાતા પાણી અને પૂરની સમસ્યામાં પણ મોટી રાહત મળશે.

7/7Demolition of Jungleshwar begins

તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી પણ સાથોસાથ ચાલુ રાખવામાં આવી છે અને સાંજ સુધીમાં મોટાભાગના નડતરરૂપ દબાણો તોડી પાડવાનો લક્ષ્યાંક છે.

Gallery Ads