માવઠાને કારણે શાકભાજીના પાકને મોટુ નુકસાન, સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો, જુઓ Photo

ગુજરાતમાં થયેલા માવઠાની અસરથી ખેતરમાં ઉભો પાક નાશ પામ્યો છે. મગફળી, કપાસ, સોયાબિન સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે માવઠાની અસર સુરતના શાકભાજી માર્કેટમાં દેખાઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે શાકભાજીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

શાકભાજીના પાકને મોટુ નુકસાન

1/5સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાતમાં થયેલા માવઠાની અસરથી ખેતરમાં ઉભો પાક નાશ પામ્યો છે. મગફળી, કપાસ, સોયાબિન સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે માવઠાની અસર સુરતના શાકભાજી માર્કેટમાં દેખાઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે શાકભાજીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

2/5સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

માવઠાને કારણે શાકભાજીની આવક પર મોટી અસર જોવા મળી છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે.

3/5સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

સુરતના સરદાર માર્કેટમાં સામાન્ય દિવસોમાં થતી આવકની સરખામણીમાં હાલમાં શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.

4/5સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

માવઠાને કારણે તુવેર, રીંગણ, ફુલાવર ,કોબી, કેળા , ટામેટા અને પાપડીના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. આ પાક તૈયાર થવામાં જ હતો અને માવઠુ થતાં મોટુ નુકસાન થયું છે.

5/5સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

સુરતના સરદાર માર્કેટમાં તુવેર, ટામેટા, કોબી, ફુલાવર, દૂધી અને રીંગણની દૈનિક આવકમાં 40% થી વધુનો ઘટાડો નોંધાયો છે.

Gallery Ads