Suratમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વહેતી નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જુઓ કયાં કયા ભરાયા પાણી

ગુજરાતમાં ચોમાસુ તેના અંતિમ ચરણમાં ભારે તબાહી મચાવી રહ્યું છે. સુરતમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના કારણે સોશિયલ સર્કલ, પાંડેરસા, ખજોદ, આભવા ગામ અને ડુમસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.

વરસાદી આફતથી લોકોને હાલાકી

1/9Surat Heavy Rain

ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. રાજ્યમાં અનેક સ્થાનો પર વરસાદનું જોર ઘટયું છે. જ્યારે આજે સુરતમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી છે. સવારથી જ સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળ્યું.  ભારે વરસાદના કારણે શહેરની સિવિલ હોસ્પિટલના રોડ સહિત અનેક સોસાયટીઓ અને બજારની દુકાનો પાણીમાં ગરકાવ થઈ. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. આજે સુરતમાં સોશિયલ સર્કલ, પાંડેરસા, ખજોદ, આભવા ગામ અને ડુમસમાં ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકોને બફારાની ગરમીથી રાહત મળી છે .


2/9Surat Heavy Rain

સુરતમાં મેઘરાજાનું આગમન. ખટોદરા GIDCમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી. શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થતાં વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા ફરી સર્જાઈ.

3/9Surat Heavy Rain

શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ઉધના-નવસારી રોડ જળમગ્ન બન્યો. એક કિલોમીટર સુધીનો રોડ પાણીમાં ગરકાવ. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી.

4/9Surat Heavy Rain

ભારે વરસાદને લઈ અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સિવિલ હોસ્પિટલથી રિંગરોડના રસ્તે પાણી ભરાતા વાહનોની લાંબી કતારો જોવા મળી. અને ધુમ્મસિયા વાતાવરણના કારણે વિઝિબલટી ઘટતાં લોકો મહામનહેનતે વાહન હંકારી રહ્યા છે.

5/9Surat Heavy Rain

ધોધમાર વરસાદના કારણે ખટોદરા GIDC રોડ પાણીમાં ગરકાવ. પાર્ક કરેલા વાહનો અડધા પાણીમાં ડૂબ્યા. રાહદારીઓ કેડસમા પાણીમાં ચાલવા મજબૂર. દરવર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં આ જ સ્થિતિ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.

6/9Surat Heavy Rain

ખટોદરા GIDCમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ભારે વરસાદના કારણે આજે સુરતી શહેરીજનોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું.

7/9Surat Heavy Rain

શહેરમાં ધોધમાર વરસાદથી અડાજણ વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા. બજારની દુકાનોમાં પાણી ઘૂસ્યા. અને પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થયા.

8/9Surat Heavy Rain

સુરતમાં લાંબા વિરામ બાદ ફરી શહેરમાં વરસાદ ખાબક્યો. શહેરમાં વેહલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે.

9/9Surat Heavy Rain

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદ આગાહી કરી છે

Gallery Ads