
ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે અને અત્યારે પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે મધ્ય ગુજરાતના ગામડાઓ જળબંબાકાર બન્યા છે. નર્મદા નદીમાં તથા મહી નદીમાં છોડાયેલા પાણીથી નદીકાંઠાના ગામોમાં પાણી ઘુસ્યા છે. મહીસાગરમાં પ્રચંડ પૂર આવ્યું છે. પૂરના પાણી કિનારાના અનેક ફાર્મહાઉસમાં પ્રવેશી ગયા છે અને ફાર્મ હાઉસ પણ જળબંબાકાર બન્યા છે.

મહી નદીમાં છોડાયેલા પાણીથી નદીકાંઠાના ગામોમાં પાણી ઘુસ્યા છે અને ફાર્મ હાઉસ પણ જળબંબાકાર બન્યા છે

વિશાળ એકરમાં પથરાયેલા ફાર્મ હાઉસમાં કેડસમા પાણી ફરી વળ્યા છે

ફાર્મ હાઉસની તસવીરો જુઓ તો ચારે બાજુ પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે

ફાર્મ હાઉસના મુખ્ય પ્રવેશદ્વાર પાસેના રસ્તા પણ જળબંબાકાર બન્યા છે અને ફાર્મ હાઉસમાં પ્રવેશી શકાય તેવી સ્થિતી નથી

ફાર્મ હાઉસ નદીના કિનારે જ આવેલા હોવાથી મહીસાગરનો પ્રચંડ પ્રવાહ ફાર્મહાઉસમાં ઘુસી ગયો છે અને સર્વત્ર જળબંબાકાર જોવા મલે છે

ફાર્મ હાઉસના અનેક વૃક્ષો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.