વલસાડ જિલ્લા રોજગાર કચેરી અને ધરમપુર નગર રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને એક ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરીની તકો પૂરી પાડવાનો અને નોકરીદાતાઓને તેમની માંગ મુજબનું માનવબળ ઉપલબ્ધ કરાવવાનો હતો.







