Diwali 2025 : દિવાળીમાં ઘરની રોનક વધશે, પૂજા ઘરથી લઈને દરેક રૂમમાં લગાવો સુંદર કર્ટેન, આ છે બેસ્ટ આઇડિયા

તમારે એપાર્ટમેન્ટની જગ્યા હોય કે ટેનામેન્ટ અથવા રો-હાઉસ કોઈપણ સ્થાન હોય દિવાળીમાં ઘરની સજાવટના આ બેસ્ટ આઈડિયા જરૂર કામ લાગશે. કલર પેઈન્ટ કરવાનો સમય ના હોય તો તમે દરેક રૂમમાં ચોક્કસ પ્રકારના કર્ટેન લગાવી શકો છો.

ઘરની સજાવટના બેસ્ટ આઈડિયા

1/7Diwali House decoration curtain idea

દિવાળી તહેવાર ફકત ભારત જ નહીં દુનિયાભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. તમારે એપાર્ટમેન્ટની જગ્યા હોય કે ટેનામેન્ટ અથવા રો-હાઉસ કોઈપણ સ્થાન હોય દિવાળીમાં ઘરની સજાવટના આ બેસ્ટ આઈડિયા જરૂર કામ લાગશે. તહેવારમાં ઘરની શોભા વધારવા તમારી પાસે કલર પેઈન્ટ કરવાનો સમય ના હોય તો તમે દરેક રૂમમાં ચોક્કસ પ્રકારના કર્ટેન લગાવી શકો છો. આ સુંદર કર્ટેન તહેવારમાં ઘરની રોનક વધારશે.

2/7Diwali House decoration curtain idea

દિવાળીના તહેવારમાં દરેકની ઇચ્છા હોય છે કે તેમનું ઘર વધારે સુંદર લાગે. ઘરની સજાવટ માટે અત્યારના વ્યસ્ત શિડયુલમાં ટાઈમ ના હોય તો આ ચોક્કસ પ્રકારના કર્ટેન (પડદા) લગાવી આકર્ષક લુક આપી શકો છો.

3/7Diwali House decoration curtain idea

તમારા ઘરને તમે રોયલ લુક આપી શકો છો. લિવિંગ રૂમમાં તમે સિલ્કના ખાસ કર્ટેન લગાવી શકો છો, આ કર્ટેનમાં ડાર્ક કલરના કાપડ અને સુંદર લેસ લગાવશો તો તમારા રુમને રોયલ ટચ મળશે.

4/7Diwali House decoration curtain idea

દરેક ઘરમાં પૂજા ઘર હોય છે, પૂજા ઘર એવું સ્થાન છે જ્યાં વ્યક્તિ શાંતિથી પૂજા કરી શકે, પૂજા ઘરમાં તમે લાઈટ કલર અને લાઈટ પ્રિન્ટ ડીઝાઈનવાળા કર્ટેન લગાવી શકો છો.

5/7Diwali House decoration curtain idea

ઘરમાં બેડરૂમમાં તમે ધોવા અને લટકાવવામાં સરળ હોય તેવા કર્ટેન લગાવી શકો છો, બેડરૂમના કર્ટેનમાં લાઈટ પિંક કલર જેવા કલરનો ઉપયોગ તમારો મૂડ સુધારશે, તહેવારનો ટચ આપવા કર્ટેન પાછળ લાઈટની સીરીઝ લગાવી શકો છો.

6/7Diwali House decoration curtain idea

બાળકોના રૂમની સજાવટ કરવાનો હંમેશા આનંદ આવતો હોય છે, ઘરમાં નાનું બાળક હોય તો તેના રૂમમાં કાર્ટૂન ડીઝાઈનવાળા કર્ટેન અને બાળક ટીનએજમાં હોય તો ડિફરન્ટ કલરના સિમ્પલ કર્ટેન લગાવો.

7/7Diwali House decoration curtain idea

ફલેટ હોય અથવા બંગલોઝ બાલ્કની દરેક ઘરમાં હોય છે, ઘરની બાલ્કનીમાં તમે કર્ટેન લગાવવા ના ઇચ્છતા હોય તો ગ્લાસ પર આ રીતે પ્રિન્ટ અથવા કોર્નરમાં લાઈટ ડિઝાઈન કરાવી શકો છો. બાલ્કનીમાં આ ટચ ઘરની શોભા વધારશે અને લુક રોયલ લાગશે.

Gallery Ads