
દિવાળી તહેવાર સ્વાદિષ્ટ મીઠાઈઓ અને સ્વાદિષ્ટ નાસ્તા માટે પણ જાણીતો છે. આ તહેવારમાં મીઠાઈની સાથે નમકીન નાસ્તા પણ દરેક ઘરોમાં બનતા હોય છે. આજે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાને લઈને ફરિયાદો વધી છે. મીઠાઈમાં મોટાભાગે સુગર અને માવાનો ઉપયોગ થાય છે. જયારે નમકીન નાસ્તા ડીપ ફ્રાય તેલમાં તળાય છે. સુગર અને તળેલા તેલના નસ્તાનો વધુ વપરાશ આરોગ્ય માટે હાનિકારક છે. એટલે આ તહેવારમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા તમે લો કેલરે મીઠાઈ અને નાસ્તા સાથે દિવાળીની ઉજવણીનો આનંદ લઈ શકો છો

આ દિવાળી પર જો તમને સ્વસ્થ નાસ્તા માટે મખાનાનો ચેવડો ટ્રાય કરી શકો છો. મખાનાને થોડા ઘીમાં શેકી લેવા પછી તેમાં શીંગ, થોડી સેવ અને મનપસંદ મસાલા ઉમેરીને આ નમકીન મખાનાના ચેવડાનો આનંદ માણી શકો છો.

દિવાળીમાં મીઠાઈમાં કાજુ કતરી અને નમકીનમાં પૌંઆનો ચેવડો દરેક ઘરમાં હોય છે. આ વખતે તમે તળેલા પૌંઆના બદલે નાયલોન પૌંઆનો શેકેલ ચેવડો બનાવો. આ ચેવડાને વધુ હેલ્ધી બનાવવા તેમાં કાજુ, દ્રાશ સહિતના ડ્રાયફ્રૂટસ ઉમેરી શકો છો.

સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા મીઠાઈમાં તમે ખાંડને બદલે ખજૂર અથવા ગોળનો ઉપયોગ કરી શકો છો. ખજૂરની સાથે બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ ઉમેરી ડ્રાયફ્રૂટ લાડુ બનાવો. તેમાં નાળિયેરનું છીણ અને દ્રાક્ષ ઉમેરી વધુ હેલ્ધી બનાવી શકો છો. શિયાળાની ઠંડીમાં આ લાડુ વધુ પૌષ્ટીક છે.

દિવાળીની ખાસ મીઠાઈ છે કાજુ કતરી. આ વખતે તમે ખાંડ નહીં પરંતુ ખાંડ-મુક્ત કૃત્રિમ સ્વીટનર્સ અથવા ગોળનો ઉપયોગ કરીને કાજુ કતરીની મીઠાઈ બનાવી શકો છો. તે એટલી જ સ્વાદિષ્ટ અને સ્વસ્થ રહેશે. આ મીઠાઈના લાડુ અથવા ત્રિકોણશેપ આપી લુક વધુ આકર્ષક બનાવી શકો છો.

ગંભીર બીમારીના દર્દી માટે ઓટસ લાડુ બેસ્ટ છે. દિવાળી માટે ઘરે આ સ્વાદિષ્ટ ઓટસના લાડુ બનાવવાનો પ્રયાસ કરો. ખાંડને બદલે, ખજૂરની પેસ્ટ ઉમેરો અને ડ્રાયફૂટ ફળોનો ઉપયોગ કરો.

બટાકા અને કેળાની ચિપ્સ કોઈપણ પ્રસંગે ખાવાની લોકોની ગમે છે, ખાસ કરીને ઉપવાસના દિવસોમાં લોકો ખાવાનું વધુ પસંદ કરે છે. જો તમે સ્વસ્થ ચિપ્સ શોધી રહ્યા છો, બટાકા અને કેળાની ચિપ્સને એરફ્રાયરમાં શેકી તેમાં સ્વાદ મુજબ મસાલા કરી ખાઈ શકો છો.