હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ મચી ગઈ હતી. વહીવટીતંત્રનું કહેવું છે કે મંદિરના મુખ્ય માર્ગ પર ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ મચી ગઈ હતી. વહીવટીતંત્રનું કહેવું છે કે મંદિરના મુખ્ય માર્ગ પર ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

મનસા દેવી મંદિરમાં ભાગદોડ થવાથી 6 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

રવિવારે સવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થવાને કારણે ભાગદોડ મચી ગઈ હતી.

આ અકસ્માતમાં અત્યાર સુધીમાં છ શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ છે. રવિવાર હોવાથી સેંકડો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે કતારમાં ઉભા હતા. આ દરમિયાન આ અકસ્માત થયો.

મનસા દેવી મંદિરમાં રવિવાર હોવાથી સેંકડો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે કતારમાં ઉભા હતા.

આ ભાગદોડ મનસા દેવી મંદિર તરફ જતી સીડીઓ પર થઈ હતી અને વહીવટીતંત્રનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.