Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

આજે ગંભીર બીમારીઓના કારણે મોતનું જોખમ વધતા લોકો ફિટનેસ પ્રત્યે સભાન બન્યા છે. લોકો જીમમાં જવા ઉપરાંત માનસિક તણાવ દૂર કરવા યોગ પદ્ધતિ પણ અપનાવી રહ્યા છે. પરંતુ કયારેક સામાન્ય ભૂલ તેમના તંદુરસ્ત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આરોગ્ય સ્વસ્થ રાખવા કયો આહાર કયારે લેવો જોઈએ તે પણ જાણવું જરૂરી છે. સવારના નાસ્તામાં આ વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકરાક માનવામાં આવે છે. નાસ્તામાં આ 5 ખોરાક સૌથી ખરાબ માનવામાં આવે છે માટે જો તમે આ આહારનું સેવન કરતા હોવ તો તરત જ ખાવાનું બંધ કરો.

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

સવારના નાસ્તામાં પૌષ્ટિક આહારનું સેવન

1/6lifestyle

આજે ગંભીર બીમારીઓના કારણે મોતનું જોખમ વધતા લોકો ફિટનેસ પ્રત્યે સભાન બન્યા છે. લોકો જીમમાં જવા ઉપરાંત માનસિક તણાવ દૂર કરવા યોગ પદ્ધતિ પણ અપનાવી રહ્યા છે. પરંતુ કયારેક સામાન્ય ભૂલ તેમના તંદુરસ્ત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આરોગ્ય સ્વસ્થ રાખવા કયો આહાર કયારે લેવો જોઈએ તે પણ જાણવું જરૂરી છે. સવારના નાસ્તામાં આ વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકરાક માનવામાં આવે છે. નાસ્તામાં આ 5 ખોરાક સૌથી ખરાબ માનવામાં આવે છે માટે જો તમે આ આહારનું સેવન કરતા હોવ તો તરત જ ખાવાનું બંધ કરો.

2/6life

મિનિટમાં મેગીની સફળતા બાદ આજે ઇન્સ્ટન્ટનો સમય આવ્યો છે. બજારમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ઇન્સ્ટન્ટ ઓટ્સ મળવા લાગ્યા છે. ઇન્સ્ટન્ટ ઓટસ ઝડપથી તૈયાર થઈ જાય છે, પરંતુ તેમાં ફાઇબર અને પ્રોટીન ઓછું હોય છે, જેના કારણે ભૂખ ઝડપથી લાગે છે. વારંવાર ભૂખ લાગતા તેમાં વધુ આહારનું સેવન કરો છો અને આગળ જતાં વજન વધવાની સંભાવના પણ રહે છે.

3/6lifestylen

ભારતીયોનું સવારનું મનપસંદ પીણું ચા છે. અને આજકાલ ચાની સાથે બિસ્કીટનું સેવન સામાન્ય બન્યું છે. પરંતુ ચામાં રહેલું કેફીન અને બિસ્કીટમાં રહેલા મેંદાના કારણે બંને વસ્તુનું સાથે સેવન કરવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

4/6lifestyle

એકએવો પણ વર્ગ છે જે ચાનું સેવન કરતો નથી. મોડેલ, એકટર સહિત હાઈપ્રોફાઈલ સોસાયટીમાં આજે સવારના નાસ્તામાં ફળોના રસ સાથે ટોસ્ટનું ચલણ વધ્યું છે. જો કે આ આહારમાં ફાઇબર કે પ્રોટીન હોતું નથી. કેટલાક સંજોગોમાં ફળોનો રસ બ્લડ સુગર વધારે છે. અને સાથે ટોસનું સેવન કરતાં તેમાં રહેલ ગ્લુકોઝના કારણે શરીરમાં ખાંડનું સ્તર વધે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે.

5/6lifestyle

આજકાલ મોટાભાગના લોકો સવારના નાસ્તામાં ચોકોસ અને કોર્ન ફલેક્સ જેવા આહારનું સેવન કરતા હોય છે. આ નાસ્તામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આ નાસ્તામાંથી વધુ પ્રોટીન મળે છે તેમ વેચાણ કરવામાં આવે છે. પરંતુ તેમાં ખાંડ વધુ અને પ્રોટીન ઓછું હોય છે. વધુ સુગરવાળા ખાદ્યપદાર્થોનું સેવન કરતાં ઉર્જા ઝડપથી ખતમ થાય છે.

6/6lifestyle

વ્યસ્ત જીવનશૈલીના કારણે આજે બાળકો અને ઓફિસ જતા લોકો સફેદ બ્રેડ અને પ્રોસેસ્ડ ચીઝથી બનેલી સેન્ડવીચથી સવારના નાસ્તામાં પોતાની ભૂખ મટાડે છે. બ્રેડ સાથે પ્રોસેસ્ડ ચીઝનું સેવન કરવાથી ચયાપચય મંદ પડે છે. આ આહાર બ્લડ સુગર વધારી શકે છે તેમજ પેટનું ફૂલવું જેવી સમસ્યા પણ પેદા કરી શકે છે. કેટલાક સંજોગોમાં દિવસભર ઓડકાર આવતા રહે છે.

Gallery Ads