
winter hair care tips: શિયાળામાં ઠંડીના કારણે સ્કીન સાથે વાળ પણ શુષ્ક થઈ જાય છે. ઠંડીના કારણે વાળ ડ્રાઈ થઈ જાય છે. આવામાં તમારે ઘરેલુ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમને ડેન્ડ્રફ અને ખરતા વાળની સમસ્યામાંથી મુક્તિ મળશે.

બેકિંગ સોડા - આ એવો ઘરેલું ઉપાય છે, જે ડેન્ડ્રફ દૂર કરવામાં મદદ કરશે. શિળાયામાં ઠંડી હવાને કારણે હવામાં ભેજ રહેતો નથી. જેથી શુષ્કતા રહે છે. આવામાં તમારે બેકિંગ સોડામાં થોડું ગરમ પાણી ઉમેરી તેનાથી માથું ધોઈ લેવું.

મેથી - જો તમારા વાળમાં ડેન્ડ્રફ થયો હોય, તો મેથીના દાણાને લગભગ 3-4 કલાક માટે પલાળી દો. ત્યાર પછી તેને વાટીને સુંવાળી પેસ્ટ બનાવો અને તેમાં લીંબુનો તાજો રસ નીચોવી લો. આ મિશ્રણને સ્કેલ્પ પર લગાવીને માત્ર 5-7 મિનિટ રાખો. પછી વાળ ધોઈ નાખો. આના નિયમિત પ્રયોગથી તમારા માથામાં ખોડો જડમૂળથી દૂર થઈ જશે.

એલોવેરા જેલ - એલોવેરા જેલ પણ વાળને પોષણ આપવામાં અતિ લાભદાયક છે. તેમાં રહેલાં 'એન્ટીબેક્ટેરિયલ' અને 'એન્ટીફંગલ' ગુણો ખોડાને ઓછો કરીને તેને કાબૂમાં લાવે છે. આ ચમત્કારિક જેલને સીધેસીધું વાળના મૂળમાં લગાવી દો અને પછી જુઓ કે ખોડો કેવી રીતે દૂર થઈ જાય છે!

નાળિયેર તેલ - ખોડો અને વાળની અન્ય સમસ્યાઓ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય હોય તો તે છે નારિયેળનું તેલ. જ્યારે પણ તમે વાળ ધોવા જાવ, તેના પહેલાં નાળિયેર તેલમાં થોડો લીંબુનો રસ મેળવીને મિશ્રણ તૈયાર કરો. આ તેલથી તમારા માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરો. આનાથી તમારા વાળ અને સ્કેલ્પને નવું જીવન મળશે.

શેમ્પૂ કરો - અઠવાડિયામાં 2 થી 3 વખત વાળને અવશ્ય શેમ્પૂ કરો. શિયાળાની ઠંડી હવામાં અને ઓછી ભેજને કારણે વાળમાં તાજગી જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. વાળને બરાબર ધોવાથી, માથાની ચામડી પરથી ડેડ સ્કિન અને વધારાનું ઓઈલ દૂર થઈ જાય છે,