શું તમે સાંભળ્યું છે કે કિડનીની બિમારી ફક્ત ઘરડાં માણસોને કેમ થાય છે અથવા તો વધારે પાણી પીવાથી કિડની સાફ થાય છે? જો હા તો તમે એકલા નથી. આવી તો ઘણી બધી ખબરો ફેલાયેલી છે કે આ કરવાથી કિડની બીમારી થાય છે આનું સેવન કરવાથી કિડનીની બીમારી થાય છે.

પેનકિલર દવાઓ સુરક્ષિત છે જો તમે આવું વિચારી રહ્યા છો તો તે ખોટું છે, વારંવાર લેવામાં આવતી પેનકિલર પણ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે કોઈ પણ દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

કિડનીની બીમારીની તમે સારવાર કરાવી શકો છો જો તમને તેના વિશે શરૂઆતમાં જ ખબર પડી જાય તો. રેગ્યુલર ચેક-અપથી દર્દીની સ્થિતિને કંટ્રોલમાં રાખી શકાય છે.

વધારે પાણી પીવાથી કિડની સાફ થઈ જાય છે, પાણી જરૂરી છે પરંતુ વધારે પાણી પીવું તે નુકસાન પણ કરાવી શકે છે. ડોક્ટરો મુજબ શરીરને પૂરતી માત્રામાં જ પાણી પીવું જોઈએ.

કિડનીની સમસ્યા ફક્ત ઘરડાં માણસોને જ થાય છે એવું કંઈ હોતું નથી. કિડની ઉંમર જોતી નથી. આજકાલ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને ખોટા આહારના કારણે 30 વર્ષના ઉંમરના લોકોને પણ આ બીમારી થઈ શકે છે.

બધી આયુર્વેદિક દવાઓ સુરક્ષિત હોતી નથી. ઘણા એવા કિસ્સાઓ પણ છે જેમાં ટેસ્ટ કર્યા વગર કિડનીની દવાઓ લઈ લેવામાં આ છે અને પછી પાછળથી નુકસાન પહોંચે છે.