Health: હાર્ટને સ્વસ્થ રાખવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? જાણો

વ્યસ્ત જીવન, કામનો સ્ટ્રેસ, ખોટી ખાવાની આદતો, આ બધા મળીને આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગ, હૃદય પર ઊંડી અસર કરે છે. આજકાલ હાર્ટ એટેક નાના ઉંમરના વ્યકિતને પણ આવે છે અને આ એક ગંભીર સમસ્યા છે તેનાથી બચવા અને તમારા હાર્ટને સ્વસ્થ રાખવા શું કરવું? જાણો 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

આ બાબતોનું રાખો ધ્યાન!

1/6gallery

વ્યસ્ત જીવન, કામનો સ્ટ્રેસ, ખોટી ખાવાની આદતો, આ બધા મળીને આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગ, હૃદય પર ઊંડી અસર કરે છે. આજકાલ હાર્ટ એટેક નાના ઉંમરના વ્યકિતને પણ આવે છે અને આ એક ગંભીર સમસ્યા છે તેનાથી બચવા અને તમારા હાર્ટને સ્વસ્થ રાખવા શું કરવું? જાણો 

2/6gallery

30 મિનિટ કસરત કરો- ઝડપી ચાલવું , યોગ હોય કે હળવી દોડ, શરીરને એક્ટિવ રાખવાથી બ્લડ સર્કયુલેશન સુધરે છે અને હાર્ટ મજબૂત બને છે. દરરોજ 30 મિનિટની કસરત કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે, વજન સંતુલિત રાખે છે અને સ્ટ્રેસ પણ દૂર કરે છે.

3/6gallery

સ્ટ્રેસ ફી રહો- સતત સ્ટ્રેસ હાર્ટ પર વધુ પડતું દબાણ લાવે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. 15 મિનિટ ધ્યાન અથવા શ્વાસ લેવાની કસરત એ સ્ટ્રેસ દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે. જો મન શાંત હશે, તો હાર્ટ પણ શાંતિમાં રહેશે.

4/6gallery

ફાસ્ટ ફૂડ છોડી દો- તેલ, ઘી,સુગર અને મીઠાથી ભરપૂર ફાસ્ટ ફૂડ હાર્ટ માટે ઝેર સમાન છે. તેના બદલે તમારા આહારમાં ફળો, લીલા શાકભાજી, ઓટ્સ, બદામ અને ઓછી ચરબીવાળા પ્રોટીનનો સમાવેશ કરો. આ તમારા હાર્ટની ધમનીઓને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને પણ સંતુલિત રાખે છે.

5/6gallery

પૂરતી ઊંઘ લેવી છે જરૂરી- અપૂરતી ઊંઘ હાર્ટના ધબકારા, બ્લડ પ્રેશર અને સ્ટ્રેસ સ્તરમાં વધારો કરી શકે છે. તેથી, ઓછામાં ઓછા 7 કલાક સૂવું મહત્વપૂર્ણ છે, અને તમારે ચોક્કસ સમયે સૂવું અને જાગવું જોઈએ. સારી ઊંઘ તમારા હાર્ટને રિચાર્જ કરવામાં મદદ કરે છે.

6/6gallery

ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો- ધૂમ્રપાન અને વધુ પડતો દારૂ હાર્ટને બગાડે છે, જેનાથી હાર્ટએટેકનું જોખમ વધી જાય છે. જો તમે પહેલાથી જ ધૂમ્રપાન કરો છો, તો ધીમે ધીમે તેને છોડવાનો પ્રયાસ કરો.

Gallery Ads