હૈદરાબાદ તેની સંસ્કૃતિ, ભોજન, રિવાજ અહીંની વસ્તી અને સૌથી મહત્ત્વનું મોતી બજાર તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. આજે પણ હૈદરાબાદમાં નિઝામોની ચમક તેમના મોતીઓના આભૂષણોમાં જોવા મળે છે.

હૈદરાબાદ તેની સંસ્કૃતિ, ભોજન, રિવાજ અહીંની વસ્તી અને સૌથી મહત્ત્વનું મોતી બજાર તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. આજે પણ હૈદરાબાદમાં નિઝામોની ચમક તેમના મોતીઓના આભૂષણોમાં જોવા મળે છે.

હૈદરાબાદમાં આવેલો હુસૈન સાગર લેક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ફેરી દ્વારા તમને લેકની વચ્ચે લઇ જવામાં આવે છે. અને અહીં બનેલા પુતળા પાસે ઉતારવામાં આવે છે. રાત્રિના નજારો આ લેકને વધુ સુંદર બનાવે છે.

હૈદરાબાદને 'મોતીઓના રાજા' તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના મોતી બજારમાં પ્રવાસીઓની ધૂમ જોવા મળ છે. કોઇપણ પ્રસંગે અહીંથી શોપિંગ કરવા માટે ગ્રાહકોની ભીડ જામતી રહે છે.

હૈદરાબાદ એક એવું શહેર છે જે સમુદ્રથી 300 કિલોમીટર દૂર છે. પરંતુ અહીંના મોતી વિશ્વમાં પ્રખ્યાત છે. મોતીના દાગીના લેવા માટે અહીં દૂર-દૂરથી લોકો આવતા હોય છે. મોતીઓની સુંદરતા અને નિઝામના સમયની કારીગરી દાગીનામાં જોઇ શકાય છે. અહીંની બિરયાની અને નવાબી તહેઝીબ શહેરને વધુ આકર્ષિત બનાવે છે.

હૈદરાબાદમાં નિઝામોની વૈભવી જીવનશૈલી અને કલા પ્રેમ પ્રખ્યાત છે. અને તે પોતાની આગવી ઓળખના કારણે પણ પ્રસિદ્ધ છે. ચાંદાપેટ ગામ મોતીની કામગીરી માટે પ્રસિદ્ધ છે. પાથરગટ્ટી અને હુસૈન સાગર લેક પર મોતીના દાગીના તમને સરળતાથી મળી રહેશે.

ઇતિહાસકાર જાહિદ સરકાર અનુસાર હૈદરાબાદને મોતીઓની શહેર બનાવવા માટેનો શ્રેય નિઝામોને જાય છે. 18મીં થી 20મી સદી સુધી શાસન કરનાર નિઝામોનો કલા પ્રેમ અને જીવનશૈલી આજે પણ અહીંના લોકોમાં જીવંત છે. નિઝામની બેગમો મોતીઓના આભૂષણ ભેટમાં આપતા હતા. તેથી અહીં મોતીઓના વેપાર માટેનું કેન્દ્ર બનાવવામાં આવ્યુ હતુ.

મોતીઓની ખરીદી પહેલા અસલી અને નકલી મોતીની માહિતી જરુરીથી જાણી લેવી જોઇએ. નહી તો ખરીદી દરમિયાન છેતરામણીની તક વધુ હોય છે. અસલી મોતીને રગડવાથી તેમાંથી થોડી ધૂળ નિકળશે. અને નકલી મોતીઓ ગોળ અને ચિકણા હોય છે. હૈદરાબાદ ફરવા આવનાર પ્રવાસીઓ માટે મોતી ખરીદવાનો અનુભવ એક યાદગાર પ્રસંગ બની રહી છે.