Sabarkantha : કપાસ પકવતા ખેડૂતોને ભારે પરેશાની, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આંટીઘૂટી ધરાવતી હોવાથી સમસ્યા

એક તરફ સતત વરસાદના પગલે મગફળી કપાસ સહિતના પાકોમાં વ્યાપક નુકસાન આવ્યું છે તો બીજી તરફ કેન્દ્ર સરકારના ટેકાના ભાવથી મગફળી કપાસ સહિતના પાકો ની ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતો માટે ખુશી કરતા સમસ્યાઓ વધી હોય તેવો ઘાટ સર્જાયો છે.

ખેડૂતોની સમસ્યા

1/6cotton farmers

એક તરફ સતત વરસાદના પગલે મગફળી કપાસ સહિતના પાકોમાં વ્યાપક નુકસાન આવ્યું છે તો બીજી તરફ કેન્દ્ર સરકારના ટેકાના ભાવથી મગફળી કપાસ સહિતના પાકો ની ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતો માટે ખુશી કરતા સમસ્યાઓ વધી હોય તેવો ઘાટ સર્જાયો છે. ગત વર્ષે પ્રતિ ફેક્ટરી 170 મણ કપાસ લેવાતો હતો જેની સામે આ વખતે માત્ર 70 મણ કપાસ લેવાતા કપાસ પકવનારા ખેડૂતોમાં ભારે રોષ છે. ઉપરાંત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આંટીઘૂટી વાળી કરાતા ખેડૂતો હવે કપાસ પકવ્યા બાદ વેચાણ માટે પણ ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

2/6cotton farmers

સાબરકાંઠા કપાસ પકવનારા ખેડૂતોનું હબ રહેલું છે.જો કે દિન પ્રતિદિન કપાસનું વાવેતર તેમજ ઉત્પાદન ઘટતું જઈ રહ્યું છે તેવા સમય સંજોગે સતત વરસાદના પગલે કપાસ સહિત મોટાભાગના તમામ પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. કેન્દ્ર સરકારના ટેકાના ભાવથી પ્રતિ 20 કિલોએ કપાસનો ભાવ રૂપિયા 1612 મળી રહ્યો છે ત્યારે પ્રતિ ફેક્ટરી માત્ર 70 મણ કપાસ લેવાતા બાકીના કપાસનો ભાવ ખાનગી જીનવાળા 1200 થી 1400 આપી રહ્યા છે જેથી વ્યાપક સમસ્યાની શરૂઆત થઈ છે.

3/6cotton farmers

એક તરફ ખેડૂતો માટે દિન પ્રતિદિન ઓનલાઇનના નામે રજીસ્ટ્રેશન કરવા સહિત સ્લોટ બુક કરાવવા માટે ધરમ ધક્કા ખાવા પડે છે તો બીજી ખેતરમાં ઘઉં બટાકા ચણા સહિત પાકોના વાવેતર માટે પણ લેટ થઈ રહ્યા છે જેથી ખેડૂતો વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે

4/6cotton farmers

કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે પ્રતિ હેક્ટર દીઠ 70 મણ કપાસ લેવાઈ રહ્યું છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ સીસીઆઇ સેન્ટરે દિવસના 1500 મણ કપાસ લેવાયાનો નિર્ણય કરાયો છે ત્યારે હાલમાં કેટલાય ખેડૂતો માટે આ નિર્ણય પણ માથાના દુખાવા સમાન બની ગયું છે. સામાન્ય રીતે ખેડૂતો પોતાનો પકવેલો માલ એક સાથે જ લઈને આવતા હોય છે. જોકે સીસીઆઇ દ્વારા બનાવાયેલા નિયમ અંતર્ગત ખેડૂત દીઠ 70 મણ તેમજ કેન્દ્ર દીઠ 1500 મણ કપાસ લેવાતો હોવાના પગલે હવે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે તેમજ રાજ્ય સરકાર સામે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી સમગ્ર નિયમમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છે

5/6cotton farmers

એક તરફ સતત વરસાદના પગલે ખેડૂતો માટે વ્યાપક પરેશાનીઓમાં વધારો થયો છે તો બીજી તરફ સીસીઆઇ દ્વારા કેન્દ્ર ફરવાતા પ્રાથમિક તબક્કે ખેડૂતોમાં વ્યાપક ખુશી હતી સાથોસાથ માર્કેટયાર્ડ અને સહકારી જીનોમાં પણ સંચાલકો દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી હતી એક તરફ સીસીઆઈ નું કેન્દ્ર એક જ રખાયું છે જેના પગલે ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ કેન્દ્ર દીઠ કપાસનો જથ્થો ઓછું રખાતા હવે અન્ય સેન્ટર ફરવા પણ રજૂઆત કરી રહ્યા છે

6/6cotton farmers

જોકે ખેડૂતને વધતી જતી સમસ્યાઓથી ભારે પરેશાની ભોગવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર દ્વારા સીસીઆઇના નિયમોમાં ફેરફાર નહીં થાય તો ખેડૂત આલમ માટે પરેશાની યથાવત રહેશે તે નક્કી છે.

Gallery Ads